વવાણીયા ગામે પાણી પ્રશ્ને મહિલાઓની મામલતદારને રજૂઆત

- text


માળિયા (મિ.) : ઉનાળામાં મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીનો પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે આજ રોજ મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે પાણી પ્રશ્ને મહિલાઓએ મામલતદારને રજૂઆત કરી હતી.

વવાણીયા ગામમાં છેલ્લા 2 મહિનાથી પાણીનો પ્રશ્ન ઉભો થયો છે. ગ્રામજનોને પીવાનું પાણી મળતું ન હોય રઝળપાટ કરવો પડી રહ્યો છે. ત્યારે આજે વવાણીયા ગામે મામલતદાર આવતા મહિલાઓએ મામલતદારને ઘેરીને ઉગ્ર રજૂઆત કરી હતી. મહિલાઓએ પાણીની સમસ્યા દૂર કરવા મામલતદાર સમક્ષ ધારદાર રજૂઆત કરી હતી.

- text

- text