“મોરબી-વાંકાનેર-રાજકોટ-જૂનાગઢ” ડેમુ ટ્રેન શરૂ કરવા રેલવે મંત્રીને રજૂઆત

- text


ભુજ-અમદાવાદ અને ભુજ-સોમનાથ ડેઈલી ટ્રેન પણ મોરબીથી શરૂ કરવા માંગ

પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયાએ સાંસદ વિનોદ ચાવડાને મળી રજૂઆત કરી

મોરબી : મોરબી શહેરના પૂર્વ કાઉન્સિલર અને ભાજપના ઓબીસી વિંગના મંત્રી સુરેશભાઈ શિરોહીયાએ કેન્દ્રીય રેલવે મંત્રીને લેખિત રજૂઆત કરીને ભુજ-અમદાવાદ અને ભુજ-સોમનાથ ડેઈલી ટ્રેન શરૂ કરવા માંગ કરી છે.

- text

સુરેશભાઈ શિરોહીયાએ આ અંગેની રજૂઆતનું આવેદનપત્ર કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાને રૂબરૂ મળીને આપ્યું છે. આ રજૂઆતમાં રેલવે મંત્રીને સંબોધીને રજૂઆત કરવામાં આવી છે કે, ભુજ-મોરબી થી અમદાવાદની ડેઈલી ટ્રેનની અતિ આવશ્યકતા છે. સાથે જ ભુજ-મોરબી થી સોમનાથ મંદિર સુધીની ડેઈલી ટ્રેનની પણ ખૂબ જ જરૂરિયાત હોય આ ટ્રેન શરૂ કરવામાં આવે. આ ઉપરાંત મોરબી-વાંકાનેર-રાજકોટ-જૂનાગઢ સુધીની ડેમુ ટ્રેન પણ ચલાવવામાં આવે.

- text