બોલો શુ જોઈએ ?વ્હીસ્કી, વોડકા કે બિયર ! મોરબીમાં રહેણાંકમા અનેક વેરાયટીનો દારૂ મળ્યો

- text


ઘુંટુ રોડ ઉપર રહેણાંકમા દરોડો પાડતા 40 હજારથી વધુનો દારૂ બિયરનો જથ્થો પકડાયો, આરોપી ફરાર

મોરબી : મોરબીમાં બુટલેગરો હવે એક જ બ્રાન્ડ નહિ પણ પ્યાસી ગ્રાહકને જે જોઈએ તે માલનો ઓપશન આપી રહ્યા હોય તેવા ઘાટ વચ્ચે ક્રાઈમ બ્રાન્ચે જુના ઘુંટુ રોડ ઉપર મધુસૃષ્ટિ સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડી ઇંગ્લીશ દારૂ બીયરની વિવિધ બ્રાન્ડની બોટલો અને ટીન મળી 40,240નો મુદામાલ પકડી પાડ્યો હતો. જો કે આરોપી ફરાર થઇ ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના પીએસઆઇ કે.એચ.ભોચીયા, એસ.આઈ.પટેલ તેમજ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એ.એસ.આઇ. જીજ્ઞાસાબેન કણસાગરા, હેડ કોન્સટેબલ શકિતસિંહ ઝાલા તથા કોન્સટેબલ સંજયભાઇ રાઠોડને બાતમી મળેલી કે મોરબીના પંચાસર રોડ ઉપર શ્યામપાર્કમાં રહેતા દિક્ષીત વ્રજલાલ દુદકીયાએ જુના ઘુંટુ રોડ ઝીલટોપ સીરામીક સામે મધુસૃષ્ટિ સોસાયટીમાં માધવભાઇ ભરવાડનું મકાન ભાડે રાખી તેમાં બીયર તથા વિદેશી દારૂનો જથ્થો વેચાણ ઉતારેલ છે.

- text

બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચે જુના ઘુંટુ રોડ ઉપર રેઇડ કરતા 8 PM સ્પેશીયલ રેર વ્હીસ્કીની કાચની બોટલો નંગ-47 કિ.રૂ.14,100, ગ્રીન લેબલ એક્ષપોર્ટ સ્પેશીયલ વ્હીસ્કીની કાચની બોટલો નંગ-20 કિ.રૂ.6800, બ્લેન્ડર્સ પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કીની કાચની બોટલો નંગ-12 કિ.રૂ.10,200, ઓફીસર ચોઇસ કલાસીક વ્હીસ્કીની કાચની બોટલો નંગ-2 કિ.રૂ.640, વ્હાઇટ લેક વોડકાની કાચની બોટલો નંગ-16 કિ.રૂ.4800, મૂનવોક ઓરેન્જ વોડકાની કાચની બોટલો નંગ-3 કિ.રૂ.900, કિંગફિશર સ્ટ્રોંગ બીયર કાચની બોટલો નંગ-08 કિ.રૂ.800, ગોડફાધર બીયર કાચની બોટલો નંગ-05 કિ.રૂ.500 અને બ્લેકફોર્ટ સુપર સ્ટ્રોંગ બીયરના ટીન નંગ-15 કિ.રૂ.1500 મળી કુલ રૂપિયા 40,240નો મુદામાલ કબજે કરેલ હતો.

જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હોય સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઇ કે.એચ.ભોચીયા, એસ.આઇ.પટેલ તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફે કરી હતી.

- text