Morbi : BPL કાર્ડ વિનાના દિવ્યાંગોને પણ મળશે સંતસુરદાસ પેન્શન સહિતની યોજનાનો લાભ

- text


દિવ્યાંગોને GMDPS (બૌધિક અસમર્થતા) પેન્શન યોજનાનો પણ લાભ મળશે

મોરબી : રાજય સરકારની સંતસુરદાસ યોજના હેઠળ મોરબી જિલ્લાના 80 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમજ બી.પી.એલ. લાભાર્થી કાર્ડ ધરાવતા હોય અથવા ન ધરાવતા હોય તેવા તમામ દિવ્યાંગોને રાજ્ય સરકારની સંતસુરદાસ પેન્શન યોજનાનો લાભ મેળવી શકશે. આ ઉપરાંત 50 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા દિવ્યાંગો GMDPS (બૌદ્ધિક અસમર્થતા) પેન્શન યોજનાનો લાભ મેળવી શકશે.

- text

આ યોજના હેઠળ લાભ મેળવવા માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, મોરબી, રૂમ નંબર – 5, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી, ફોન નંબર-02822 242533નો સંપર્ક કરવા મોરબી માહિતી બ્યુરો દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text