Morbi : 17 જૂને રાંકજા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

- text


મોરબી : આગામી તારીખ 17 જૂન ને સોમવારના રોજ સ્વ. ધવલભાઈ ખીમજીભાઈ રાંકજાની સ્નેહ સ્મૃતિમાં ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ડો. ખીમજીભાઈ એન. રાંકજાના પરિવાર દ્વારા 17 જૂને સવારે 8 થી 1 વાગ્યા સુધી મોરબીના જીઆઈડીસી મેઈન રોડ પર નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા સ્વામિનારાયણ સંસ્કાર ઈમેજિંગ સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી- નજરબાગ ઈડન ગાર્ડનનો પણ સાથ સહકાર મળી રહ્યો છે. તો આ બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહીને રક્તદાન કરવા રાંકજા પરિવાર દ્વારા સૌને અપીલ કરવામાં આવી છે.

- text

- text