વાંકાનેરમાં પોણો ઈંચ વરસાદ

- text


દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી,જામનગરમાં વરસાદ

મોરબી : સમગ્ર રાજ્યમાં ઓણસાલ 4 દિવસ વહેલો ચોમાસાનો પ્રારંભ થયો છે ત્યારે મોરબી જિલ્લામાં પણ મેઘમહેરનો પ્રારંભ થયો છે, ગઈકાલ બાદ આજે પણ મોરબી જિલ્લાના વાંકાનેરમાં બપોરના સમયે વરસાદ વરસ્યો હતો અને સત્તાવાર રીતે 18 મીમી એટલે કે પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રારંભ સાથે જ શનિવારે સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર થવા પામી હતી, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના સત્તાવાર આંકડા મુજબ શનિવારે ભાવનગરના ગારીયાધારમાં 25 મીમી, જેસરમાં 15મીમી, અમરેલીના લાઠીમાં 18મીમી, અમરેલીમાં 12 અને લીલીયામાં 10મીમી વરસાદ નોંધાયો હતો. જયારે મોરબીના વાંકાનેરમાં 18મીમી, જામનગરમાં 2 મીમી, તાપીના ઉચ્છલમાં 14મીમી, વલસાડના કપરાડામાં 9 મીમી, ડાંગના આહવામાં 6મીમી અને વઘઈમાં 4 મીમી તેમજ ભરૂચના નેત્રંગ 4 મીમી અને સુરતના ઉમરપાડામાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.

- text

- text