NMMS પરીક્ષામાં મોરબીની વજેપરવાડી પ્રાથમિક શાળાનું ઝળહળતું પરીણામ

- text


ધોરણ 8ના કુલ 8 વિદ્યાર્થીઓએ મેરીટ યાદીમાં સ્થાન મેળવ્યું

મોરબી : NMMS મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ – 8ના વિદ્યાર્થીઓને માટે મેરીટના ધોરણે સરકારી/ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ધોરણ – 9માં પ્રવેશ મેળવી ધોરણ – 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ માટે રાજ્યના તમામ જીલ્લાઓમાં NMMS પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. મોરબી જિલ્લાની શ્રી વજેપરવાડી પ્રાથમિક શાળાનું NMMS પરીક્ષા – 2024 પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. ધોરણ 8ના કુલ 8 વિદ્યાર્થીઓએ મેરીટ યાદીમાં સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ પ્રદાન કર્યુ છે.

આ મેરિટમા સ્થાન મેળવેલ તમામ વિદ્યાર્થીઓને ધોરણ – 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધીમાં કુલ રૂ. 48,000 જેટલી શિષ્યવૃતિ દરેક વિદ્યાર્થીઓને ભારત સરકાર તરફથી મળવા પાત્ર છે. આ ઉપરાંત સમગ્ર મોરબી જિલ્લામાં સૌથી વધુ 153 ગુણ સાથે કંઝારિયા નિશા અરજણભાઈ પ્રથમ નંબર મેળવ્યો છે. ચાવડા નયન સુરેશભાઈ – 146, ચાવડા મેહુલ બળદેવભાઈ – 145, કંઝારિયા રીંકુ જયંતિલાલ – 142, કંઝારિયા વૈશાલી ચકુભાઈ – 135, નકુમ દક્ષા સુરેશભાઈ – 121, કંઝારિયા ગૌતમ રાજેશભાઈ – 117, નકુમ ભગીરથ નરેશભાઈ – 117 ગુણ મેળવ્યા છે.

- text

મોરબી જિલ્લાના ટોપ ટેન વિદ્યાર્થીઓમાં વજેપરવાડીના જ કુલ 4 વિદ્યાર્થીઓ સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. તે બદલ તમામ બાળકોને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. તેમજ તેમની આ સિદ્ધિને બિરદાવતા શાળાના આચાર્ય સવસાણી કિશોરભાઈએ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા હતા.

- text