મોરબીમાં ટાઇલ્સનો વેસ્ટ કદડો રોડ ઉપર ઉડાવતા જતા ડમ્પરોનો અનહદ ત્રાસ

- text


વીટ્રીફાઇડ ટાઇલ્સ બનાવતી ફેકટરીના પોલીસિંગ વેસ્ટમાંથી હવે વોલ અને ફ્લોર ટાઇલ્સ બનાવાનું શરૂ થતા દુષણ વધ્યું

મોરબી : સીરામીક હબ મોરબીમાં વીટ્રીફાઇડ ટાઇલ્સ બનાવતી ફેકટરીના પોલીસિંગ વેસ્ટમાંથી હવે વોલ અને ફ્લોર ટાઇલ્સ બનાવાનું શરૂ થતા એક ફેક્ટરીથી બીજી ફેકટરીએ આવો વેસ્ટેજ કદડો ડમ્પર માટે હેરફેર કરવામાં વાહન ચાલકો માટે જોખમ ઉભું થયું હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.

મોરબીના સીરામીક ઉદ્યોગમાં વેસ્ટમાંથી બેસ્ટ અને નાનામાં નાની ચીજનો રિસાયકલ કરી ઉપયોગ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે જો કે, આ નવા ટ્રેન્ડ પાછળ સામાન્ય નાગરિકો અને વાહનચાલકો ઉપર જોખમ ઉભું થયું છે, છેલ્લા બે દિવસમાં જાહેર માર્ગો ઉપર કદડો ભરીને બેદરકારીપૂર્વક પસાર થતા બે અલગ અલગ ડમ્પરના વિડીયો વાયરલ થયા છે જેમાં બન્ને ટ્રક ડમ્પરમાંથી ભીની માટી એટલે કે કદડો રોડ ઉપર પડી રહ્યો હોવાનું અને પાછળ આવતા વાહન ચાલકોને મુશ્કેલી પડે કે અકસ્માત સર્જાઈ તેવી બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું સાફ સાફ દેખાઈ રહ્યું છે.

- text

બીજી તરફ આ મામલે મોરબી સીરામીક એસોસીએશનના અગ્રણીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, હાલમાં સીરામીક ઉદ્યોગમાં વેસ્ટમાંથી બેસ્ટના સૂત્રને સાર્થક કરવામાં આવી રહ્યું છે જે અન્વયે વીટ્રીફાઇડ ટાઇલ્સ બનાવતી ફેકટરીના પોલીસિંગ વેસ્ટમાંથી હવે વોલ અને ફ્લોર ટાઇલ્સ બનાવાનું શરૂ થયું હોય આ ભીનો કદડો એકથી બીજી ફેકટરીમાં લઇ જવામાં આવતો હોય ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે. જો કે, તેઓએ આવા પદાર્થના પરિવહન દરમિયાન પૂરતી કાળજી અને તકેદારી રાખવી જોઈએ તેવું જણાવી સબંધિત તંત્રએ મામલે ઘટતું કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.

- text