અણિયારી ચોકડી નજીકથી 8 અબોલ જીવોને બચાવી લેતા ગૌરક્ષકો

- text


માળીયા મિયાણા – હળવદ હાઇવે ઉપર માળીયા પોલીસની મદદથી કાર્યવાહી

મોરબી : માળીયા મિયાણા – હળવદ હાઇવે ઉપર કચ્છ તરફથી અબોલ જીવોને ક્રૂરતા પૂર્વક બાંધી અમદાવાદ તરફ બોલેરો ગાડીમાં લઈ જવાતા હોવાની બાતમીને આધારે માળીયા પોલીસની મદદથી મોરબી, ચોટીલા અને રાજકોટ ગૌરક્ષક હિન્દુ યુવા વાહિની ટિમોએ આઠ અબોલ જીવોને અણિયારી ટોલનાકા નજીકથી બચાવી લઈ આરોપીઓ વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

મોરબી ચોટીલા અને રાજકોટના ગૌરક્ષક હિન્દુ યુવા વાહિની ટીમને બાતમી મળી હતી કે, કચ્છ તરફથી અબોલ જીવોને બોલેરો ગાડીમાં ક્રૂરતા પૂર્વક બાંધીને અમદાવાદના વિરમગામ તરફ લઈ જવામાં આવી રહ્યા છે, જે બાતમીને આધારે વોચ ગોઠવતા અણિયારી ટોલનાકા નજીકથી GJ-12-CT-3278 નંબરની બોલેરો પસાર થતા પોલીસની મદદથી અટકાવી તલાસી લેવામાં આવતા ગાડીમાં ક્રુરતા પૂર્વક લઈ જવાતા 8 અબોલ જીવ મળી આવ્યા હતા. ઘટના અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં મોરબીના ગૌરક્ષક કમલેશભાઈ બોરીચા દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

આ કામગીરી મોરબી હિન્દુ યુવા વાહિની જિલ્લા પ્રમુખ કમલેશભાઈ બોરીચા, ચેતનભાઇ પાટડીયા,હિતરાજસિંહ પરમાર, યશભાઈ વાઘેલા, નિખિલભાઇ ચુડાસમા, હરેશભાઈ ચૌહાણ ચોટીલા, દલસુખભાઈ ચોટીલા, ભોલુભાઈ, દેવભાઈ બોરાણા, રાજકોટ ગૌરક્ષક જેકી ભાઈ ગજ્જર, ભાવિનભાઈ, ગૌરક્ષક કચ્છ સુરેશભાઈ રબારી, ગુજરાત ગૌરક્ષક ગુજરાત રાજ્ય હિરેનભાઈ વ્યાસ, લીમડી ગૌરક્ષક ગુજરાત રાજ્ય રધુભાઈ ભરવાડ, ધાંગધ્રા ગૌરક્ષક અપીભાઈ, ગૌરક્ષક ગજેન્દ્રભાઈ બાબરા તેમજ મોરબી ચોટીલા લીંબડી રાજકોટ વાંકાનેર ગૌરક્ષક સંપૂર્ણ ટીમનોનો સારો સહયોગ મળ્યો હતો.

- text

- text