વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ દ્વારા બાળકોને ભોજન કરાવાયું

- text


વાંકાનેર : વાંકાનેરના અજરામર એક્ટિવ અસોર્ટ દ્વારા કેયુરભાઈ શેઠના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. જન્મદિવસની ઉજવણી નિમિત્તે ઝૂંપડપટ્ટીના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.

- text

ડો. ગુરુદેવ નિરંજન મુનિજી અને ગુરુદેવ ચેતન મુનિજી મહારાજ સાહેબની પ્રેરણાથી અજરામર એક્ટિવ અસોર્ટ વાંકાનેર દ્વારા તારીખ 14 જૂન ને શુક્રવારના રોજ દાતા કેયુરભાઈ શેઠ (મુંબઈ)ના જન્મદિવસ પ્રસંગે વાંકાનેર શહેરના ઝૂંપડપટ્ટીના આશરે 100થી વધારે બાળકોને કેરીનો રસ, પૂરી તથા સેવ બૂંદીનો જમણવાર કરાવવામાં આવ્યો હતો. આ તકે અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ વાંકાનેર દ્વારા દાતા પરિવારનો તેમજ ગ્રૂપના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text