હળવદના ટીકર નજીક દંપતીને હડફેટે લઈ મોતને ઘાટ ઉતારનાર કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ

- text


બાઈક સાથે સામેથી કાર અથડાવી કાર ચાલક નાસી છૂટ્યો

હળવદ : હળવદ – ટીકર રોડ ઉપર જુના અમરાપર ગામે કોઝવે પાસે બાઈક ઉપર જઈ રહેલા દંપતીને સામેથી ઠોકર મારી મોતને ઘાટ ઉતારી નાસી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ કાર નંબરને આધારે હળવદ પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ ટીકર રોડ ઉપર જુના અમરાપર ગામના કોઝવે નજીક ગઈકાલે બપોરના સમયે જીજે – 36 – એલ -8972 નંબરના આઈ-20 કાર ચાલકે સામેથી આવી રહેલ જીજે – 36 – એઇ – 6510 નંબરના મોટર સાયકલને હડફેટે લઈ અકસ્માત સર્જતાં બાઈક ચાલક અશ્વિનભાઈ પરમાર અને તેમના પત્ની મુક્તાબેનને ગંભીર ઇજાઓ પહોંચતા બન્નેના મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માતના આ ગંભીર બનાવ બાદ કાર ચાલક નાસી જતા હળવદ પોલીસે ટીકર ગામે રહેતા રાહુલભાઈ સંતોષભાઈ પરમારની ફરિયાદને આધારે કાર નંબરના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

 

- text