માળીયા મિયાણાના બોડકી ગામે 6 જુગારી પકડાયા, 50 લાખથી વધુનો મુદામાલ કબ્જે

- text


મોરબીના ફ્લોરા હોમ્સમા રહેતા જુગારીની 50 લાખની ગાડી પોલીસે કબ્જે કરી

મોરબી : માળીયા મિયાણા તાલુકામાં બોડકી ગામે ગ્રામ પંચાયત પાછળ જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા છ જુગારીઓ રોકડા રૂપિયા 28,350 સાથે ઝડપાઇ ગયા હતા. પોલીસ બનાવ સ્થળેથી મોરબીથી જુગાર રમવા આવેલ એક આરોપીની 50 લાખની ગાડી પણ કબ્જે કરતા કુલ મળી 50,28,350નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે બોડકી ગામની ગ્રામ પંચાયતની પાછળ સીમમાં દરોડો પાડતા આરોપી (1) દિલીપભાઇ ધરમશીભાઇ દેશાઇ રહે.બોડકી (2) વશરામભાઇ છગનભાઇ ચડાસણીયા, રહે.બોડકી (3) અશોકભાઇ અમરશીભાઇ સુવારીયા, મૂળ રહે.બોડકી હાલ મોરબી (4) જયેશભાઇ કાળુભાઇ રાઠોડ, રહે.બોડકી (5)લક્ષ્મણભાઇ વાઘજીભાઇ માકાસણા રહે.બોડકી અને (6)અબ્દુલભાઇ કાદરભાઇ સૈયદ, રહે.આમરણ વાળાઓ જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ જતા પોલીસે રોકડા રૂપિયા 28,350 તેમજ આરોપી અશોકભાઇ અમરશીભાઇ સુવારીયાની 50 લાખની કિંમતની વોલ્વો કાર કબ્જે કરી કુલ રૂપિયા 50,28,350નો મુદામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી..

- text