મોરબીમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા નદીમાં હદ બહારનું બાંધકામ : રિપોર્ટમાં ખુલાસો 

- text


જિલ્લા કલેકટરે પત્રકાર પરિષદ બોલાવી વિગતો જાહેર કરી : બાંધકામ હટાવવું જ પડશે 

મોરબી : મોરબીના મચ્છુ નદીના કાંઠે ઉંચી દીવાલો ચણી લઈ પાલિકાની મંજૂરી વગર જ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બાંધકામ મામલે વિવાદ સર્જાયા બાદ જિલ્લા કલેકટર દ્વારા અલગ – અલગ વિભાગોને તપાસ સોંપતા તપાસ સમિતિના રિપોર્ટમાં સંસ્થાએ પોતાની હાડ બહાર બાંધકામ કર્યું હોવાનું તેમજ પાલિકાએ વોટરબોડીઝ(નદી) થી નિયમોનુસારનું અંતર જાળવવામાં આવેલ ન હોવાનું તેમજ પૂર્વ મંજૂરી ન મેળવી હોવાનો સ્ફોટક અહેવાલ સુપરત કરતા હવે આ બાંધકામ હટાવવું જ પડશે તે સ્પષ્ટ બન્યું છે.

મોરબીની મચ્છુ નદીના પટમાં બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દવારા થઈ રહેલ બાંધકામ બાબતે ફરિયાડો બાદ વિવાદ સર્જાતા પ્રાંત અધિકારી, મોરબી, ચીફ ઓફીસર મોરબી નગરપાલીકા, ડી.આઈ.એલ.આર. મોરબી અને કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગ, મોરબીને સંયુક્ત તપાસ કરી અહેવાલ મોકલવા જિલ્લા કલેકટરે આદેશ કરતા ચારેય વિભાગોએ ધગધગતો રિપોર્ટ કર્યો છે જેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું હોવાની સાથે સ્વામિનારાયણ સંસ્થાએ ગેરકાયદેસર બાંધકામ કર્યાનું ફ્ણફલિત થયું છે.

- text

વધુમાં જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર મામલે પત્રકારોને જાણકારી આપતા જણાવ્યું હતું કે, તપાસ સમિતિના રિપોર્ટનો હાલમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને ડી.આઈ.એલ.આર. મોરબીના રીપોર્ટ મુજબ સંસ્થાની જમીનની હદની બહાર બાંધકામ થયેલ હોય, સદરહું બાંધકામ દુર કરાવવાનું સ્પષ્ટપણે જણાવવાંમાં આવ્યું છે. સાથે જ ચીફ ઓફીસર મોરબી નગરપાલિકાના રીપોર્ટ મુજબ સંસ્થા દ્વારા કરવામાં આવેલ બાંધકામમાં બાંધકામના નિયમો મુજબ વોટરબોડીઝ(નદી)થી નિયમોનુસારનું અંતર જાળવવામાં આવેલ નથી. તેમજ નગરપાલિકા દવારા બાંધકામ મંજુરી બાબતે સંસ્થાને નોટીસ આપવામાં આવેલ હોવાનું જાણવાવમાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પ્રેસ-મીડીયા મારફત જિલ્લા વહીવટી તંત્રને મળેલ અહેવાલ મુજબ સંસ્થા દ્વારા પ્રશાસનની સુચનાનું પાલન કરવા અને લોકોને નડતરરૂપ ન થાય તેની તકેદારી સંસ્થા દવારા રાખવામાં આવશે તેવુ પણ જણાવેલ છે. જો કે, મંદિર સત્તાવાળા કે સંતો તરફથી કલેકટર તંત્રને નહી પરંતુ મીડીયાને જણાવેલ છે કે પ્રશાસનની સાથે રહેશે તેવું જણાવેલ હોવાનું પણ તંત્રએ જણાવ્યું છે. સાથે જ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મંદિરનું સવાલવાળુ બાંધકામ દુર કરવાનું થશે તો તે મુજબ સંસ્થા જાતે દુર કરે તે માટે સમજુત કરવામાં આવશે.તેમજ મોરબીના હિતમાં જરૂરી જણાય તે મુજબ કામગીરી કરવામાં આવેશે તેવું જિલ્લા કલેકટર તંત્ર દ્વારા અંતમાં જણાવવામાં આવ્યું હતું.

- text