ટંકારાની મિતાણા ચોકડી નજીક તમંચા સાથે એક પકડાયો

- text


મોરબી એસઓજી ટીમે કરેલી કાર્યવાહી

ટંકારા : મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન ટંકારા તાલુકાના મિતાણા ગામની ચોકડી નજીકથી બાતમીને આધારે એક શખ્સને તમંચા સાથે ઝડપી લઈ ટંકારા પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મિતાણા ચોકડીથી વાંકાનેરના વાલાસણ ગામ જવાના રસ્તેથી આરોપી વિશાલ ભીમજીભાઈ આદ્રેશા ઉ.24 રહે.ભાયાતી જાબુંડિયા વાંકાનેર વાળાને રૂપિયા 10 હજારની કિંમતના દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text