મોરબીના દલવાડી સર્કલે મોતનો કૂવો ! મસમોટા ગાબડામા રોજ સર્જાતા અકસ્માત

- text


મોરબી : મોરબી શહેરમાં અનેક રોડ-રસ્તા અને પુલની હાલત ખરાબ છે. રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે અને પુલ પણ બિસમાર હાલતમાં છે. ત્યારે મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલા નાળા નજીક મોતના કુવા જેવું ગાબડું દરરોજ અકસ્માત સર્જે છે.

મોરબી બાયપાસ પાસે આવેલા દલવાડી સર્કલ પાસે આવેલા નાળામાં મસમોટું ગાબડું પડી ગયું છે. છેલ્લા ત્રણ મહિનાથી પડી ગયેલા આ ગાબડાના કારણે દરરોજ કોઈ ને કોઈ વ્યક્તિને અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. ગાબડું પડતાં નાળા પર સળિયા દેખાઈ રહ્યા છે. અહીંથી દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો અને રાહદારીઓ પસાર થઈ રહ્યા છે. અહીં લાઈટની વ્યવસ્થા ન હોવાથી રાત્રિના સમયે અવાર નવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. વાહનચાલકો આ ગાબડામાં પડવાના પણ બનાવો સામે આવતા રહે છે. તંત્ર દ્વારા આ નાળાનું સમારકામ કરવામાં ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે. તંત્ર જાણે ઉદાસિન હોય તેમ છેલ્લા ઘણા દિવસથી આ ગાબડું જેમનું તેમ જ છે. ત્યારે આ નાળાની હાલત સુધારવા લોક માંગ ઉઠી રહી છે.

- text

- text