વાંકાનેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી 

- text


વાંકાનેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ 

વાંકાનેર : રાજ્યમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થવાની સાથે જ શુક્રવારે વાંકાનેર પંથકમાં મેઘરાજાએ તોફાની ઇનિંગનો અહેસાસ કરાવ્યો હતો, સાંજના સવાચાર વાગ્યાના અરસામાં તેજ પવન સાથે વાંકાનેરથી લઈ ઢૂવા સુધી મેઘરાજાએ ચોમાસાનું શુભમુહર્ત કર્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારથી વાદળોની આવનજાવન વચ્ચે બપોર બાદ મોરબી જિલ્લામાં વાંકાનેર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને વાંકાનેર શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તેમજ ઢૂવા સુધી તોફાની વરસાદ વરસાવ્યો હતો. ચોમાસાની સીઝનમાં આજે પહેલા વરસાદમાં જ મેઘરાજાએ તોફાની પવન સાથે પંદરેક મિનિટ હેત વરસાવ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે.

- text

- text