મોરબી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે પણ તાપમાન ૪૦ થી ૪૧ ડીગ્રી રહેશે

- text


મોરબી : સૌરાષ્ટ્રમાં છુટો છવાયો વરસાદી માહોલ જામ્યો છે. છતાં મોરબી જિલ્લામાં હજુ પાંચ દિવસ વરસાદી વાતાવરણ વચ્ચે પણ ગરમી યથાવય જ રહેવાની છે. તા.૧૯ સુધી તાપમાન ૪૦ થી ૪૧ ડીગ્રી રહેશે. તેવી આગાહી કરવામાં આવી છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગાહી જાહેર કરવામાં આવી છે કે મોરબી જીલ્લામાં આગામી તા.૧૫ થી તા.૧૯ દરમિયાન સુકુ ગરમ અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૪૦થી ૪૧ ડીગ્રી સેલ્શીયમ જેટલુ તેમજ રાત્રી દરમ્યાન ૨૬ થી ૨૭ ડીગ્રી સેલ્સીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુતમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૭૦-૭૮ અને ૨૬-૩૧ ટકા રહેશે.પવનની દિશા પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ ૨૬ થી ૩૦ કીમી/કલાક રહેવાની શક્યતા છે. ગરમ અને ભેજ યુક્ત હવામાનની શક્યતા છે.

- text

- text