મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોએ બહુમાળી ઈમારતોને આપેલ મંજૂરી ગેરકાયદે 

- text


ગગનચુંબી ઇમારતોની બાંધકામની મંજૂરીઓ મામલે તટસ્થ તપાસની માંગ કરતા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ 

મોરબી : ભૂકંપ ઝોન 4 હેઠળ આવતા મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતો દ્વારા બહુમાળી ઇમારતોને ગુજરાત સરકાર ગ્રામ પંચાયત ગૃહ વિભાગ નિર્માણના નિયમોનું ઉલ્લંઘન કરી મંજૂરી આપી હોવાનો આરોપ લગાવી આ તમામ ગેરકાયદેસર મંજૂરી મામલે તટસ્થ તપાસ કરવા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોર ચીખલિયા દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.

- text

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયાએ જિલ્લા કલેક્ટરને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા ગુજરાત સરકાર ગ્રામ પંચાયત ગૃહ વિભાગ નિર્માણના નિયમોનું ઉલ્લંઘન કરી બહુમાળી બિલ્ડીંગોના બાંધકામ માટે મંજૂરી આપવામાં આવી રહેલી છે. ગુજરાત સરકાર પંચાયત ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના પરિપત્ર ક્રમાંક : પરચ-1082-486-જ તારીખ 3-2-1982માં આપેલ સૂચના, નિયમો વિરુદ્ધ મંજૂરીઓ આપેલ છે. જે જાહેર હિતમાં ગેરબંધારણીય છે. મોરબી જિલ્લો ભૂકંપ ઝોન-4માં આવેલ છે. જેથી ભવિષ્યમાં આવા બહુમાળી બિલ્ડીંગોથી જાનહાની થવાની સંભાવના છે. ત્યારે મોરબી જિલ્લા ગ્રામના વિસ્તારમાં આપેલ બાંધકામની મંજૂરીઓ બાબતે તટસ્થ તપાસ કરવા માંગ ઉઠાવી છે.

- text