આનંદો ! 17મીથી સમગ્ર રાજ્યમાં મેઘરાજા બઘડાટી બોલાવશે 

- text


તા.21 જૂનથી સૂર્યનો આદ્રા નક્ષત્રમાં ગાજ, વીજ અને તોફાની પવન સાથે મેઘરાજા તરખાટ મચાવશે: અંબાલાલ પટેલની આગાહી 

મોરબી : રાજ્યમાં નૈઋત્યનું ચોમાસુ પ્રવેશતા સાથે જ નિષ્ક્રિય બની જતા ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી તા.17થી 22 જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં ગાજ, વીજ અને ઝંઝાવાતી પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે તેવી આગાહી કરી છે, શુક્રવારે રાત્રીના સમયે મિથુન રાશિમાં સૂર્યના પ્રવેશ ઉપરાંત તા.21 જૂનથી સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરનાર હોવાથી મેઘરાજા તોફાની મૂડમાં દે ધનાધન વરસાદ વરસાવનાર હોવાનું અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

ઓણસાલ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ ચાર દિવસ વહેલું આવ્યું છે, જો કે, ચોમાસાના આગમન સાથે જ ચોમાસુ નિષ્ક્રિય બની ગયું હોવાનું હવામાન શાસ્ત્રીઓ જણાવી રહ્યા છે તેવામાં શુક્રવારે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રિથી મિથુન રાશિમાં સૂર્યનો પ્રવેશ થઇ રહ્યો છે અને આગામી તા.17થી 22 દરમિયાન મેઘરાજા ઝંઝાવાતી પવન અને ગાજવીજ સાથે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાના સંજોગો હોવાનું જણાવ્યું હતું. સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે. તા.21 ના રોજ સૂર્યનારાયણ આદ્રા નક્ષત્રમાં પ્રવેશી રહ્યા હોવાથી આંધી સાથે અતિ ભારે વરસાદની શક્યતા છે.

- text

વધુમા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે. આગામી તા.17મીથી વરસાદના ઉજળા સંજોગો છે અને જેમાં મધ્યગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મેહસાણા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ઉત્તર સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, જામનગર, ઉપરાંત ભાવનગર, બોટાદ, ખંભાત, ગોધરા સહિત સમગ્ર રાજ્યમાં સૂર્યના આદ્રા પ્રવેશ બાદ પોન મેઘમહેર ચાલુ રહેશે, સાથે જ વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવન છાપરા ઉડાવવાની સાથે ઝાડવાંઓ ઉખાડી ફેંકે તેટલી તીવ્ર ગતિ રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી.

- text