મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા રક્તદાન કરીને રક્તદાતા દિવસની ઉજવણી કરાઈ

- text


“લોહી માં છે માનવતા”ની મુહિમને પગલે ઇમરજન્સી દર્દીઓને રક્તદાન કરીને ઇમરજન્સી દર્દીઓને અપાતું નવજીવન

મોરબી : મોરબીમાં આદર્શ નાગરિક તરીકે અને એક દેશના સાચા દેશભક્ત બનવાની પ્રેરણા આપી અનેકવિધ સેવાકીય, સામાજિક પ્રવૃત્તિઓ કરતા જાણીતા યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ગૃપ દ્વારા રક્તદાનની જરૂરિયાત સમજીને બારેમાસ ઇમરજન્સી દર્દીઓ માટે ખડેપગે રહી રક્તદાન કરીને નવજીવન આપવામાં આવે છે.

મોરબીમાં સેવાકીય, સામાજિક, શૈક્ષણિક, સર્વધર્મ સંમભાવ પ્રવૃત્તિઓ થકી દેશભાવના જગાવતા અને ક્રાંતિકારી વિચારો ધરાવતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વર્ષ દરમ્યાન 200થી વધુ સેવાકીય સહિતની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ વચ્ચે આ પ્રવૃત્તિઓમાની એક રક્તદાન મુહિમ એટલે “લોહી માં છે માનવતા” આ મુહિમ અંતર્ગત 365 દિવસ અને 24 x 7 દરમિયાન કોઈના આકસ્મિક સમયે જો લોહીની જરૂરિયાત ઉભી થાય તો એ જરૂરિયાત યંગ ઇન્ડિયા ગૃપ પોતાના સભ્યો તેમજ પોતાની સાથે સંકળાયેલ સેવાભાવી લોકોની મદદથી પુરી કરે છે.

આ અંગે યંગ ઇન્ડિયા ગૃપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, વર્ષોથી આ રક્તદાન એ જ મહાદાન અને એ પણ ઇમરજન્સી દરમિયાન રક્તદાન કરીને લોકોની મહામૂલી જિંદગી બચાવવામાં આવે છે. તેમના યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા કરવામાં આવતું આ મોટામાં મોટું સેવા કાર્ય છે. કારણ કે રકતદાન એ જ મહાદાન છે. એનાથી મોટું કોઈ દાન હોઈ શકે જ નહીં. એટલે આ રક્તદાનની મુહિમ છેલ્લા 10 વર્ષથી ચલાવવામાં આવી રહી છે. અને અત્યાર સુધીમાં હજારો લોકોને તેમના આકસ્મિક સમયે તેમના ગૃપના સભ્યો તેમજ સાથી સેવાભાવી મિત્રોની મદદથી લોહી પૂરું પાડીને નવજીવન આપવામાં આવ્યું છે. ત્યારે આજના દિવસની વિશેષ ઉજવણી અનસંધાને યંગ ઇન્ડિયા ગૃપના 18 સભ્યો દ્વારા રક્તદાન કરી અને લોકોને રક્તદાન કરવા માટે પ્રેરણા આપી હતી. સાથે જ યંગ ઇન્ડિયા ગૃપની “લોહી માં છે માનવતા” મુહિમમાં જોડાવવા 80008 27577 / 81413 22202 પર દિલીપ દલસાણીયાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

- text

- text