મોરબીમાં સાંસદ ચાવડાનો આભાર-અભિવાદન સમારોહ યોજાયો 

- text


મોરબી – માળીયા સૌથી વધુ લીડ અપાવી તે બદલ સૌ કાર્યકર્તાનો આભાર માન્યો

મોરબી : મોરબીના સ્કાય મોલ ખાતે વિનોદભાઈ ચાવડાનો આભાર-દર્શન તથા અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં TRP ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા દિવંગતો માટે બે મિનિટનું મૌન પાળ્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમમાં લાખાભાઇ જારીયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોરબી – માળીયા સૌથી વધુ લીડ અપાવી તે બદલ સૌ કાર્યકર્તાનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં કાંતિભાઈએ શહેરમાં પાણી પ્રશ્ને વાત કરતા કહ્યું હતું કે, શહેરમાં થોડી જે પાણીની તકલીફ પડી તેના માટે જાહેરમાં ક્ષમા માંગુ છું. બે દિવસમાં પ્રશ્નનો ઉકેલ આવે તેવા પ્રયત્ન કરશું. જે દરમ્યાન વિનોદભાઈએ કહ્યું હતું કે, મોરબી જ્યારે હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે આપણે સાથે મળી અને મોરબીનું ડેવલોપમેન્ટ કરી અને જે કંઈ ખૂટતું હશે તેની રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીશું , ટુરિસમ પોલિસીનો પણ મોરબીમાં અમલ થાય તેવા પ્રયત્ન કરશું.

આ કાર્યક્રમમાં મોરબી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, રણછોડભાઈ દલવાડી, પ્રદીપભાઈ વાળા, હિરેનભાઈ પારેખ, નરેન્દ્રસિંહ, જયંતીભાઈ અને ભાજપના તમામ કાર્યકર્તાઓ વિવિધ સમાજના આગેવાન, સીરામીક એસોસિએશનના પ્રમુખો તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text