મોરબીના સ્કૂલ વાહન ચાલકોની કાલે શુક્રવારથી બે દિવસની હડતાલ 

- text


વાહન માત્ર ટેક્સી પાર્સિંગ નથી, તેમાં થોડો સમય આપવાની માંગ : કાલે એલઇ કોલેજથી રેલી સ્વરૂપે નીકળી કલેકટર અને એસપીને આવેદન આપશે

મોરબી : અગ્નિકાંડ બાદ મોરબી જિલ્લામાં આરટીઓ તંત્ર એલર્ટ થતા સ્કૂલ વાહન ચાલકોએ આવતીકાલે શુક્રવારથી બે દિવસની હડતાલ જાહેર કરી છે. આ સાથે તેઓ કાલે કલેકટર અને એસપીને આવેદન પણ આપવાના છે.

સ્કૂલ વાહન ચાલકોના એસોસિએશન વતી વિજયભાઈ વલ્લભરામ જોશીએ જણાવ્યું કે સ્ફુલ વાહન ચાલકો પાસે કાયદા મુજબ બધુ જ છે. માત્ર વાહન ટેક્સી પાર્સિંગના નથી. બધા વાહન ચાલકો નિયમ પ્રમાણે પોતાનું ટેક્સી પાર્સિંગ કરાવશે પણ આના માટે સમય આપવામાં આવે. બધા વાહન ચાલકો આર્થિક રીતે સક્ષમ નથી. હપ્તા ઉપર ગાડી લઈને તેઓ બાળકોને સ્કૂલે મુકવા જવાનું કામ કરે છે.

- text

તેઓએ ઉમેર્યું કે સ્કૂલ વાહન ચાલકોની પરિસ્થિતિ સમજીને તંત્ર સહકાર આપે. આ માટે કાલે શુક્રવારે અને શનિવારે સ્કૂલ વાહન ચાલકો રજા રાખવાના છે. ઉપરાંત આવતીકાલે શુક્રવારે સવારે 10 કલાકે તમામ સ્કૂલ વાહન ચાલકો એલઇ કોલેજે ભેગા થઈ રેલી સ્વરૂપે નીકળી જિલ્લા કલેકટર, એસપી અને ધારાસભ્યને આવેદન આપશે અને નિયમોની અમલવારી કરવામાં સમય આપે તેવી માંગ કરશે.

- text