Morbi : પ્રથમ દિવસે નવયુગ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓનું અનોખી રીતે સ્વાગત કરાયું

- text


મોરબી : આજથી રાજ્યભરમાં નવા શાળાકીય વર્ષની શરૂઆત થઈ છે. વેકેશન પૂર્ણ થતાં જ શાળાઓમાં આજથી અભ્યાસ કાર્ય શરૂ થયું છે. ત્યારે મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા તમામ યુનિટમાં વિદ્યાર્થીઓને અલગ અંદાજમાં આવકારવામાં આવ્યા હતા.

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા પ્રથમ દિવસે શાળાએ આવતા વિદ્યાર્થીઓનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. એર કેરેક્ટરે વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું. સાથે જ ઘોડાગાડીમાં વિદ્યાર્થીઓને સફર કરાવી પ્રવેશદ્વાર સુધી પહોંચ્યા હતા. શાળામાં રહેલા સ્વિમિંગ પુલમાં પાણીના ફુવારા અને રાઈડ્સની પણ વિદ્યાર્થીઓએ મોજ માણી હતી. પરંપરા પ્રમાણે દરેક વિદ્યાર્થીઓનું કંકુ તિલક, ગોળ, ધાણા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે મા સરસ્વતીના ચરણોમાં પુષ્પ અર્પણ કરીને અભ્યાસ કાર્યની શરૂઆત કરી હતી.

- text

- text