સ્કૂલ ચલે હમ ! વેકેશન પૂરું બગીચાના ફૂલડાં શાળામાં

- text


મોરબીમાં શાળામાં વેકેશન ખુલતા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી અવકારવામાં આવ્યા

મોરબી : આજે 13 જૂન, 2024ના રોજથી રાજ્યભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યની શરૂ થયું છે.લાંબા અંતરાલ બાદ આજથી સ્કૂલો શરૂ થતાં જ બગીચાના ફુલડાઓને ફરી ક્લાસરૂમમાં બેસવાનો સમય આવ્યો છે, સાથે જ એકડો ઘૂંટવા આજથી ધોરણ 1માં પ્રવેશેલા બાળકો સહિત તમામને શાળામાં કુમકુમ તિલકથી આવકારવામાં આવ્યા હતા.

મોરબીમાં પણ ઉનાળુ વેકેશન પૂરું થતા આજથી શાળાઓ શરૂ થઈ ગઈ છે. મોરબી જિલ્લામાં 500થી વધુ શાળાઓ છે જેમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનો સમાવેશ થાય છે. આ શાળાઓમાં
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા સહિત ની તમામ શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. ત્યારે આ દરમ્યાન આજે શાળામાં વેકેશન ખુલતા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી અવકારવામાં આવ્યા હતા.

દોઢ મહિનાના વેકેશન બાદ આજ ફરી રાજ્યની સ્કૂલોના કેમ્પસ બાળકોના કોલાહલ – શોરથી ગુંજી ઉઠી છે. ગુજરાત શિક્ષણ બોર્ડની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સહિતની સ્કૂલોમાં આજથી શૈક્ષણિક વર્ષ 2024-25 શરૂ થઈ ગયું છે. રાજ્યમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી તેમજ કોર્પોરેશનની સ્કૂલો સાથે 53 હજારથી વધુ સ્કૂલો છે. જેમાં 80 લાખથી વધુ બાળકો છે.

મોટાભાગની શાળાઓ શરુ થતા શાળાનું કેમ્પસ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠ્યું હતું. મહત્વનું છે કે, ગત 20મી એપ્રિલથી રાજ્યમાં ઉનાળુ વેકેશન શરૂ થયું હતું. અને 9મી જૂને શાળાઓ શરૂ થવાની હતી. પરંતુ ચૂંટણીને સરકારે શિક્ષકોની કામગીરીને ધ્યાનમાં રાખીને ઉનાળુ વેકેશન લંબાવ્યું હતું.

- text

- text