મોરબીમાં રવિવારે ડાયાબીટીસ, થાયરોઇડ અને બીપી જેવા રોગોનો ફ્રી નિદાન કેમ્પ

- text


રંતીદેવ એજ્યુ.એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનું સેવાકીય આયોજન : લેબોરેટરી રિપોર્ટ પણ નિઃશુલ્ક કરી અપાશે

મોરબી : રંતીદેવ એજ્યુ.એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે તા.16ને રવિવારે ડાયાબીટીસ/થાયરોઈડ/બીપી જેવા રોગોનું વિનામુલ્યે નિદાન કરવામાં આવશે.

આ કેમ્પમાં મધુરમ મેટ્રોપોલીસ હેલ્થકેર લી. મોરબીના સહયોગથી યોજાઈ રહ્યો છે. કેમ્પમાં ડો. વિપુલ માલાસણા એમ. ડી. કાડીયોલોજીસ્ટ ફીઝીશીયન ડાયાબીટીક લોજીસ્ટ (ગોકુલ હોસ્પીટલ) અને ડો. હિતેષ કંઝારીયા એમ. ડી. કાડીયોલોજીસ્ટ ફીઝીશીયન (અમૃતમ હોસ્પીટલ) સેવા આપવાના છે.

- text

કેમ્પમાં લેબોરેટરી રીપોર્ટ ફ્રી કરી અપાશે અને ડોકટરી તપાસ પણ ફ્રીમાં કરી આપવામાં આવશે. લેબોરેટરી તપાસનો સમય : સવારે 7 થી 11 કલાક સુધીનો રહેશે. ડોકટર તપાસનો સમય સવારે 9 થી 12 કલાક સુધીનો રહેશે

વધુ વિગત માટે પ્રમુખ બકુલભાઈ પુરબીયા – ૯૯૦૯૯૯૯૮૧૨, ખજાનચી સુભાષભાઈ પુરબીયા – ૯૮૨૫૬ ૦૬૯૨૮, ઉપપ્રમુખ નરેશભાઈ પઠાણ – ૯૬૨૪૩ ૦૭૫૭૧ અને મંત્રી સુનિલભાઈ પુરબીયા – ૭૫૬૭૫ ૨૬૨૯૩નો સંપર્ક કરવા જણાવાયુ છે.

- text