બેટી વધાવો ! દીકરી જન્મશે તો સરપંચ રૂ.1111 ભેટ આપશે

મોરબીના લખધીરપુર ગામના મહિલા સરપંચે જન્મદિવસે પ્રેરક નિર્ણય કર્યો

મોરબી : બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાવો જેવા નારાઓ હજુ પણ નક્કર રીતે સાકાર નથી થઇ રહ્યા ત્યારે મોરબી તાલુકાના લખધીરપુર ગામના મહિલા સરપંચે પોતાના જન્મદિવસે પ્રેરક નિર્ણય લઈ ગામમાં કોઈપણ જ્ઞાતિ, સમાજમાં દીકરીનો જન્મ થશે તો દીકરીના માતા-પિતાને 1111 રૂપિયા રોકડ ભેટ આપવા નિર્ણય કર્યો છે.

મોરબી તાલુકાના લખધીરપુર ગામના યુવા મહિલા સરપંચ ચંદ્રિકાબેન કાનજીભાઈ પરમાર દ્વારા આજે તેમના જન્મદિવસે એવી પહેલ કરી નિર્ણય કર્યો છે કે, આજથી લખધીરપુર ગામમાં જે કોઈપણ જ્ઞાતિ સમાજમાં કોઈના પણ ઘરે દીકરીનો જન્મ થશે તેમના માતાપિતાને તેઓ તરફથી 1111 રૂપિયા રોકડ ભેટ આપવામાં આવશે.