જાપાનમાં CBISનો ધમાકેદાર રોડ શો : ઉદ્યોગકારો અને આયાતકારો વચ્ચે સંબંધોનો નવો સેતુ રચાયો

 

નાગોયાના વાઇબ્રન્ટ હાર્ટમાં આયોજિત ઇવેન્ટમાં જાપાનના ટોચના 20 આયતકારોએ સ્થાનિક સિરામિક ઉદ્યોગકારો સાથે કરી વન ઓન વન મિટિંગ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : CBISએ જાપાનના આયતકારો અને ભારતના સિરામિક ઉદ્યોગ વચ્ચે નવો સબંધોનો સેતુ રચ્યો છે. અહીં ધમાકેદાર રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક ઉદ્યોગકારોએ હોંશભેર ભાગ લીધો હતો.

CBIS B2B રોડ શોએ ફરી એકવાર વૈશ્વિક કક્ષાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. કારણકે જાપાનમાં ભવ્ય રોડ શો યોજી એશિયાના શ્રેષ્ઠ માર્કેટ સાથે ભારતીય સિરામિકનું જોડાણ કર્યું છે. આ ઇવેન્ટ નાગોયાના વાઇબ્રન્ટ હાર્ટમાં યોજવામાં આવી હતી જ્યાં વ્યવસાયિક જોડાણો વિકસ્યા હતા અને નવી તકો ઉપલબ્ધ થઈ હતી. આ ઇવેન્ટ ઉદ્યોગના અગ્રણીઓ માટે નેટવર્ક, અને વૃદ્ધિને આગળ વધારવા માટેનું પ્લેટફોર્મ સાબિત થઇ છે.

આ રોડ શોમાં જાપાનના આશરે 20 મુખ્ય આયાતકારોને મોરબી સહિત ભારતના પ્રતિષ્ઠિત ઉત્પાદકો સાથે વન-ઓન-વન મીટિંગ માટે એકસાથે લાવવામાં આવ્યા હતા.

મોરબીના Toro Globaledge LLPના CEO હિરેન કાનાણીએ જણાવ્યું કે “ભારતીય ટાઇલ્સ ઉત્પાદકો માટે CBIS જાપાન રોડ શોએ જાપાનીઝ બાયર્સ સાથે જોડવા માટે ઉત્તમ પ્લેટફોર્મ આપ્યું છે. હજુ પણ અહીંના મોટા ભાગના ખરીદદારો માત્ર ચીન અને યુરોપમાંથી જ ઉત્પાદન ખરીદે છે તે કારણે ભારત માટે અહીં મોટી તક છે. તેઓએ કરેલા પ્રયત્નો માટે અમે આભારી છીએ. હવે આવનારા સમયમાં અન્ય નવા માર્કેટ સાથે સ્થાનિક ઉદ્યોગકારોને જોડવા માટે CBISને શુભેચ્છા.”

Embito Granito LLPના CEO રજનીકાંત ઝાલરીયાએ જણાવ્યું કે “CBIS જાપાનનો રોડ શો ખૂબ જ સારી ઇવેન્ટ હતી, અમે જાપાનના સારા અને ટોચના ખરીદદારો સાથે જોડાણ કર્યું. હવે અમે રોમાનિયા રોડ શોની રાહ જોઈ રહ્યા છીએ.”

જો તમે આ સફળ ઇવેન્ટ ચૂકી ગયા હોય, તો ચિંતા કરશો નહીં- હજુ બીજી પણ તક છે. 23મી જુલાઈ 2024 ના રોજ રોમાનિયા, બુકારેસ્ટ રોડ શો માટે આજે જ રજિસ્ટ્રેશન કરાવો.

માત્ર થોડી જ સીટ બાકી છે, અત્યારે જ તમારી સીટ બુક કરો

વધારે માહિતી માટે
સોનિયા મોદી
મો.નં.9167702232
[email protected]
www.cbisexpo.com

(આ જાહેરાત છે, આમાં આપેલ વિગતોની સંપૂર્ણ જવાબદારી જાહેરાત આપનારની છે)