વેકેશન ખુલતા જ મોરબી સ્કૂલ વાહનો ઉપર તવાઈ, 27 દંડાયા

- text


રાજકોટ અગ્નિકાંડને પગલે આરટીઓ મોરબી દ્વારા કડક ચેકીંગ

મોરબી : રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી અને બીયું પરમિશન ઉપરાંત બાળકોને ઠાંસી ઠાંસી સ્કૂલ વાહનમાં લઈ જતા વાહન ચાલકો વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવા રાજ્ય સરકારે સૂચના આપતા આજે શાળાઓ શરૂ થતાં જ વહેલી સવારથી મોરબી આરટીઓ દ્રારા સઘન ચેકીંગ ઝુંબેશ શરૂ કરી નિયમભંગ સબબ 27 વાહનોને અંદાજે અઢી લાખનો દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટના બાદ સ્કૂલ વાહનોમાં બાળકોને નિયમ વિરુદ્ધ ઠાંસી ઠાંસીને ભરીને જતા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવા સરકારે આદેશ આપતા ગુરુવારે વેકેશન ખુલતા જ મોરબી એઆરટીઓ રોહિત પ્રજાપતિ અને તેમની ટીમે સવારથી અલગ અલગ વિસ્તારમાં સઘન ચેકીંગ શરૂ કર્યું હતું.

- text

વધુમાં સ્કૂલ વાહનોના ચેકીંગ અંગે મોરબી એઆરટીઓ રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સવારથી શરૂ કરવામાં આવેલ ચેકીંગ દરમિયાન 12 વાહનોને લાયસન્સ અંગે, 12 વાહનોને પરમીટ નિયમ ભંગ, 2 વાહનોને ટેક્સ મામલે સહિત કુલ 27 વાહનોને કુલ મળી અઢી લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું તેમને જણાવ્યું હતું.

- text