મોરબીમાં આધારકાર્ડ કાઢતી એજન્સીઓ ફીમાં લૂંટ ચલાવતી હોવાનો આરોપ

- text


મોરબી તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ મિલન સોરીયાએ કલેક્ટરને કરી રજૂઆત

મોરબી : મોરબી તાલુકા અને શહેરમાં આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે પ્રાઇવેટ એજન્સીઓ દ્વારા મનફાવે તેવી ફી લઈને લોકોને લૂંટવામાં આવતા હોવાની મોરબી તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ મિલન ડી.સોરીયાએ કલેકટરને લેખિત રજૂઆત કરી છે અને આ અંગે કડક પગલાં લેવા માંગ કરી છે.

મિલન સોરીયાએ કલેક્ટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી તાલુકા અને શહેરમાં જુદી જુદી જગ્યાએ આધારકાર્ડમાં સુધારા વધારા માટે પ્રાઇવેટ સેન્ટર ચાલે છે. જેમાં સરકારના નીતિ નિયમ વિરુદ્ધ મનફાવે તેમ ફી લેવામાં આવે છે. સરકારના નિયમ મુજબ 100 રૂપિયા ફી છે. તો મોરબી જિલ્લામાં પ્રાઇવેટ એજન્સીઓ મનફાવે તેવી ફી લઈને લોકોને લૂંટે છે. જેથી અરજદારોને આર્થિક નુકસાન થાય છે. ત્યારે આ બાબતેસ યોગ્ય પગલાં લેવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી છે.

- text

- text