મોરબીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સંગઠન બાબતે બેઠક યોજાઈ

- text


મોરબી : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- મોરબી શહેર ટીમ દ્વારા માળીયા ફાટક ખાતે આવેલા વેલનાથ મંદિરે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોરબી શહેર સમિતિના હોદ્દેદારો સાથે સંગઠન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં મોરબી શહેરના તમામ વિસ્તારોમાં ઠાકોર સેનાનું સંગઠન મજબૂત કરવા હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજને સંગઠીત અને શિક્ષણ તરફ કઈ રીતે આગળ લઈ જવો તે અંગે પણ ચર્ચા વિચરણા કરવામાં આવી હતી.

- text

- text