લાઈટ કેમ જતી રહી કહી ટંકારામાં વીજ કર્મીને માર મરાયો : ફરજમાં રુકાવટ

- text


ટંકારાના વીજ કર્મીને વાંસામાં ફ્યુઝ મારનાર બે વિરુદ્ધ ફરિયાદ

ટંકારા : ટંકારા વીજ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીને લાઈટ કેમ જતી રહી છે કહી બે શખ્સોએ કચેરીએ જઈ ગાળાગાળી કરી જાતિ પ્રત્યે અપમાનિત કરી વાંસામાં મોટો ફયુઝ ફટકારી ફરજમાં રુકાવટ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા વીજ કચેરીમાં ફરજ બજાવતા મિથુનભાઇ રમેશભાઇ રાઠોડ, રહે હાલ-બેડી ગામ શંકરના મંદિરની બાજુમા તા.જી.રાજકોટ, મુળ-ભુપગઢ તા.જી.રાજકોટ વાળા ફરી ઉપર હાજર હતું ત્યારે આરોપી સલીમ હાસમભાઈ અબ્રાણી રહે ટંકારા તથા એક અજાણ્યા માણસ કચેરીએ આવ્યા હતા અને લાઇટ કેમ જતી રહી છે કહી ગાળાગાળી કરી મિથુનભાઈને જાતિ પ્રત્યે હડધૂત કરી 20 એમ્પીયરનો ફ્યુઝ વાસાના ભાગે મારી ફરજમાં રુકાવટ કરતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text