મોરબીના સીરામીક એક્સપોર્ટર સાથે દુબઈના ધંધાર્થીએ 2.36 કરોડની ઠગાઈ કરી

- text


વીટ્રીફાઇડ ટાઈલ્સના 51 કન્ટેનર માલ મંગાવી હાથ ઉંચા કરી દેતા શિપિંગ કંપની સહિતનાઓ વિરુદ્ધ ફરિયાદ

મોરબી : મોરબીના સીરામીક એક્સપોર્ટર સાથે દુબઈના ધંધાર્થીએ 2.36 કરોડથી વધુ રકમની વીટ્રીફાઇડ ટાઇલ્સ મંગાવ્યા બાદ શિપિંગ કંપનીની મદદથી બારોબાર માલ છોડાવી લઈ પેમેન્ટ ન ચુકવતા દુબઈના વેપારી સહિતના શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર રહેતા મૂળ ગોરખીજડીયા ગામના કપિલભાઇ કાંતિલાલ ગોરીયાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેરર કર્યું હતું કે તેઓ મોરબી-માળીયા નેશનલ હાઇવે ઉપર એમ્પાયર બિલ્ડિંગમાં બેસી સીરામીક એક્સપોર્ટનો વ્યવસાય કરે છે જે અન્વયે ગત તા.14 ઓગસ્ટ 2023ના રોજ દુબઈની પ્યોર સ્ટોન ફોર સ્ટોન ફિક્સિંગ કંપની સાથે વીટ્રીફાઇડ ટાઇલ્સનો માલ સપ્લાય કરવા માટે કોન્ટેક્ટ કરતા દુબઇ રહેતા કંપનીના માલિક મહમદ દુદમકે તેમની પ્યોર સ્ટોન ફોર સ્ટોન ફિક્સિંગ કંપનીના મેનેજર રમીઝ રહે બન્ને – અલ સલામ સ્ટ્રીટ, સી-13, ઇસ્ટ 9-2,3જો માળ, અબુધાબી, દુબઇ સાથે ડીલ કરવા જણાવ્યું હતું.

- text

જે બાદમાં ફરિયાદી કપિલભાઈએ વીટ્રીફાઇડ ટાઈલ્સના સેમ્પલ મોકલી ઓર્ડ મેળવ્યો હતો અને પ્યોર સ્ટોન ફોર સ્ટોન ફિક્સિંગ કંપનીના મેનેજરે માલ મોકલવા માટે અને બધા કામ માટે ભારતની ગ્લોબલ કાર્ગો લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેશ નામની કંપનીના માલિક માલીક પ્રભાકરણ ગોપાલાસ્વામી
અને રવી ચાંદની રહે- બન્ને – ઓલ્ડ નં -89 ન્યુ નં- 181, થાંબુ ચેટી સ્ટ્રીટ મનાડી, ચેન્નઇ , તમીલનાડુનો સંપર્ક કરવા જણાવતા કપિલભાઈએ કાર્ગો કંપનીના માલિકો સાથે મળી બે અલગ અલગ કન્સાઇમેન્ટ મોકલી કુલ 51 કન્ટેનર ભરીને વીટ્રીફાઇડ ટાઇલ્સ દુબઈ મોકલી આપી હતી.

જો કે, મોરબીના કપિલભાઈ સાથે છેતરપિંડી કરવાના મનસૂબા સાથે જ દુબઈની પાર્ટી તેમજ કાર્ગો માલિકોએ કાવતરું રચી કપિલભાઈની જાણ બહાર જ માલ મોકલનાર અને મેળવનારની કાર્યવાહીમાં ગોલમાલ કરી ટાઇલ્સનો જથ્થો દુબઇ પહોંચ્યા બાદ બારોબાર તમામ માલ છોડાવી લેતા કપિલભાઈ છે ક દુબઇ ગયા હતા અને પેમેન્ટ કરવાનું કહેતા બન્ને પાર્ટીઓએ હાથ ઉંચા કરી દેતા અંતે દુબઇ અને ચેન્નાઈના વેપારીઓ અને તપાસમાજે ખુલે તે તમામ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text