રાજકોટથી પસાર થતી પોરબંદર – મુઝફ્ફરપુર મોતિહારી એક્સપ્રેસનો રૂટ ડાયવર્ટ કરાયો

- text


બ્યાવર, અજમેર, બેતિયા, સગૌલી, બાપુધામ મોતિહારી, ચકિયા અને મહેસીનો સ્ટેશનો પર નહીં જાય ટ્રેન

રાજકોટ : ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝનમાં આવેલા બ્રિજ નંબર 545ના મેન્ટેનન્સ કામ અને પૂર્વ મધ્ય રેલવેના સમસ્તીપુર ડિવિઝનમાં નૉન-ઇન્ટરલોકિંગના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

અજમેર ડિવિઝનમાં બ્રિજના મેન્ટેનન્સ કામને લીધે પોરબંદરથી ઉપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર મોતિહારી એક્સપ્રેસ 13 જૂન એટલે કે આવતીકાલથી તેના નિર્ધારિત રુટ મારવાડ-અજમેર-ફુલેરાના બદલે ડાઈવર્ટ કરેલા રુટ વાયા જોધપુર-મેડતા-ડેગાના થઈ સમસ્તીપુર ડિવિઝનમાં તેના નિર્ધારિત રુટ નરકટિયાગંજ-બાપુધામ મોતિહારી-મુઝફ્ફરપુરના બદલે ડાઈવર્ટ કરેલા રુટ વાયા નરકટિયાગંજ-સિકટા-રક્સૌલ-સીતામઢી-મુઝફ્ફરપુર થઈને જશે.

- text

આ રૂટમાંથી બ્યાવર, અજમેર, બેતિયા, સગૌલી, બાપુધામ મોતિહારી, ચકિયા અને મહેસીનો સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય. આ દરમિયાન રેલવે તંત્ર દ્વારા મુસાફરોને જણાવવામાં આવ્યું છે કે, તેઓ આ ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

- text