Morbi : પીએમ પોષણ યોજના અંતર્ગત તાલીમ યોજાઈ

- text


મોરબી : આવતીકાલે 13 જૂનના રોજ શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે પીએમ પોષણ યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

પીએમ પોષણ યોજના હેઠળ શાળામાં બાળકોને વિટામીન, મિનરલ, પ્રોટીન, ફોર્ટીફાઈડયુક્ત ભોજન આપવામાં આવી રહ્યું છે અને કુપોષણ મુક્ત બાળક બને તેવા પ્રયાસો સરકાર દ્વારા કરાઈ રહ્યા છે. ત્યારે મોરબી તાલુકામાં બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટેના તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પીએમ પોષણ યોજનાના ન્યુટ્રીશ્યન અધિકારી વિપુલભાઈ ઠક્કર દ્વારા હાજર સંચાલકોને તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાયબ મામલતદાર ખાખરીયા સાહેબ અને કે.જી. ગામી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સુપરવાઈઝર આરતીબેન, મોરબી જિલ્લા પીએમ પોષણ યોજનાના પ્રમુખ મહાદેવભાઈ, તાલુકા પ્રમુખ બલવંતભાઈ હાજર રહ્યા હતા.

- text