મોરબી : 16 થી 20 જૂન સુધી મોરબી શહેરના મુખ્ય સ્થળો પર યોગ કાર્યક્રમ યોજાશે

- text


યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ક્લેક્ટર કચેરીમાં યોજાઈ બેઠક

મોરબી : સમગ્ર વિશ્વમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે આજે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં સંબંધિત વિભાગો સાથે પૂર્વ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતના દરેક શહેર અને જિલ્લા કક્ષાએ આઇકોનિક પ્રોગ્રામનું આયોજન થાય અને આ કાર્યક્રમમાં લોકો સહભાગી બને તે રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે. ત્યારે મોરબી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી વિશેષ રીતે થાય તે માટે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે સંબંધિત વિભાગ સાથે પૂર્વ આયોજન માટે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા તેમજ ગ્રામ્ય કક્ષાએ યોગ દિવસના કાર્યક્રમનું સુચાર રૂપે આયોજન થાય તેમજ ધાર્મિક, ઐતિહાસિક, અને હેરિટેજ સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે અને જિલ્લાની શૈક્ષણિક તેમજ અન્ય વિવિધ સંસ્થાઓ, એન.જી.ઓ. તેમજ લોકો સ્વૈચ્છિક રીતે આ આયોજનમાં જોડાય તે રીતે કાર્યક્રમનું આયોજન કરવા સૂચના અપાય હતી. તેમજ શહેરી વિસ્તારોમાં 16 થી 20 જૂન દરમિયાન શહેરના મુખ્ય સ્થળો પર યોગના વિવિધ કાર્યક્રમો યોજાય તે માટે પણ યોગ્ય આયોજન કરવા માટે જણાવવામાં આવ્યું હતું.

- text

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ ગઢવી, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે, જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નમ્રતાબેન મહેતા, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તેમજ માર્ગ અને મકાન વિભાગ (ઈલેક્ટ્રીક)ના અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

- text