Morbi : અવની સોસાયટી મેઈન રોડ પર પીવાના પાણી સાથે દુષિત પાણી ભળતું હોવાની રાવ

- text


મોરબી : મોરબી શહેરમાં કેનાલ નજીક આવેલી અવની સોસાયટી મેઈન રોડ ઉપર પીવાના પાણીમાં ગટરના દૂષિત પાણી ભળતું હોય જાગૃત નાગરિકે નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે અને આ સમસ્યાનું સમાધાન કરવા જણાવ્યું છે.

ગુજરાત પાણી પુરવઠા બોર્ડના નિવૃત્ત નાયબ કાર્યપાલક ઈજનેર અમરશીભાઈ ઢેઢીએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરતાં જણાવ્યું છે કે, મોરબી શહેરમાં કેનાલ નજીક આવેલી અવની સોસાયટી મેઈન રોડ પર આવેલા રહેણાંક વિસ્તારમાં મોરબી શહેરની સુધારણા યોજનાના પેકેજ-3 હેઠળ બાંધવામાં આવેલી શક્ત શનાળા ગામ નજીક આવેલી પાણીની ઉંચી ટાંકીઓ મારફતે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. પીવાના પાણીમાં તારીખ 5 જૂનના રોજથી ગટરનું પાણી ભળેલ હોય તેવી વાસયુક્ત પાણી આવી રહ્યું છે. આ બાબતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની વેબસાઈટ પર આ બાબતની ફરિયાદ કરવામાં આવતા તેમના માણસો મોકલીને રૂબરૂ તપાસ કરી છે. અને તેમને પાણીની લાઈનમાં લીકેજ ન હોવાનું તથા નગરપાલિકાની જૂની પાઈપલાઇન લીકેજ થઈ હોય તો તેની તપાસ કરવા જણાવ્યું હતું. તેમના અનુસાર આંતરિક વિતરણ વ્યવસ્થાની પાઈપ લાઇન લીકેજ હોવાનો પ્રશ્ન ઉદ્દભવ્યો છે. ત્યારે આ પ્રશ્ન નગરપાલિકા અંતર્ગત હોવાથી નગરપાલિકાને જાણ કરવામાં આવે છે.

- text

આ અંગે પાણી પુરવઠા બોર્ડે જણાવ્યું હતું કે, આ પ્રશ્ન તેઓના કાર્યક્ષેત્રમાં આવતો ન હોય, આ પ્રશ્ન સામુહિક આરોગ્યને લાગતો હોય તેથી તાત્કાલીક નિવારણ થાય તેવી કાર્યવાહી કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે

- text