ટંકારાના ખાનપર ગામે મંગલ મિલન કાર્યક્રમ યોજાયો

- text


ટંકારા : રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ-મોરબી, કુટુંબ પ્રબોધન ગતિવિધિ અંતર્ગત ગત તારીખ 10 જૂન ને સોમવારના રોજ રાત્રે 9 કલાકે ટંકારા તાલુકાના ખાનપર ગામે મંગલ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમા મોરબી જિલ્લા કાર્યવાહ મિલનભાઈ પૈડા તથા મોરબી જિલ્લા કુટુંબ પ્રબોધન સંયોજક રમેશભાઈ અઘેરા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ કુટુંબ પ્રબોધન ગતિવિધ વિશે વિગતવાર સમજ આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ખાનપર ગામના વડીલ કાર્યકર્તા દ્વારા રામધૂન ગવડાવવામાં આવી હતી. રેખાબેન રાઠોડ દ્વારા ‘સુખમય હો પરિવાર’ એ ભાવગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ખાનપર ગામમાં વસતા સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા પરિવારના વડીલ વાલજીભાઈ જીવાણીનું સહપરિવાર શાલ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ગામના સૌ પ્રથમ વધુ ભણેલા વડીલ ભીમજીભાઈ ઘોડાસરાનું અને ગામના સૌથી વયોવૃદ્ધ વડીલ માવજીભાઈ અમૃતિયાનું શાલ તથા મોમેન્ટો આપીને સ્વાગત સન્માન કરવામા આવ્યું હતું.

આ સમયે જાણીતા લેખક અને સંશોધક મહિલા કોલેજ મોરબીના નિવૃત્ત પ્રોફેસર ડો. ભાવેશભાઇ જેતપરિયા દ્વારા વૃદ્ધાવસ્થાની સમસ્યા અને સમાધાન વિષય પર વ્યાખ્યાન આપવામાં આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આર્યસમાજ મોરબી દક્ષિણના કાર્યકર્તા રામજીભાઈ બાવરવા સોળ સંસ્કાર વિશે વાત કરી હતી તેમજ મોરબી અધ્યયન મંડળના સંયોજક અને આર્ય સમાજના કાર્યકર્તા વિજયભાઈ રાવલ દ્વારા ભજન ગાઈને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં ખાનપર ગામના ભાઇઓ અને બહેનોએ હાજરી આપી હતી. મોરબીથી સંઘના સાત પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.ભાવેશભાઈ જેતપરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

- text

- text