મોરબીમાં ઇન્ડ્સઇન્ડ બેંકની મહિલા કર્મચારી પાડોશી વૃદ્ધની મરણમૂડી હડપ કરી ગઈ

- text


વૃદ્ધને વિશ્વાસમાં લઇ 18 લાખની એફડી કરાવી બાદમાં નેટબેન્કિંગ પાસવર્ડ મેળવી લઈ છેતરપિંડી આચરી

મોરબી : મોરબીની નાગનાથ શેરીમાં રહેતા અને કર્મકાંડ કરી જીવનનિર્વાહ કરતા વૃદ્ધનો વિશ્વાસ કેળવી પાડોશમાં જ રહેતી બેન્ક કર્મચારી એવી મહિલાએ રૂપિયા 18 લાખ જેવી માતબર રકમ એફડી કરાવી બાદમાં નેટબેન્કિંગ પાસવર્ડ મેળવી લઈ 18 લાખ અલગ અલગ બેંકમા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરતા બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

છેતરપિંડીની આ ચોંકાવનારી ઘટના અંગે મોરબીની નાગનાથ શેરીમાં રહેતા અને કર્મકાંડ કરી જીવન નિર્વાહ કરતા મુકેશભાઈ મહાદેવભાઈ પંડયા ઉ.64એ આરોપી એવી ઇન્ડ્સઇન્ડ બેંકમાં નોકરી કરતી ભાવિશાબા એસ.ઝાલા રહે. વડોદરા વાળા વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી ભાવિશાબા એસ.ઝાલા મુકેશભાઈના પાડોશમાં રહેતી હોય અને તેમના પરિચયમા હોવાથી પોતાની 18 લાખ જેવી મરણમૂડી ઇન્ડ્સઇન્ડ બેંકમાં ફિક્સ ડિપોઝીટ કરાવી હતી. બાદમાં ચબરાક અને ઠગ એવી મહિલાએ વૃદ્ધ મુકેશભાઈને વિશ્વાસમાં લઈ મદદ કરવાને બહાને ઈન્ટરનેટ બેન્કિંગનો પાસવર્ડ મેળવી લઈ ગત તા.4 ઓગસ્ટ 2023થી 8 ઓગસ્ટ 2023 દરમિયાન ભાવિશાએ અલગ અલગ બેંકમાં ટ્રાન્ઝેક્શન કરી તમામ નાણાં ઉસેડી લઈ બેન્ક કર્મચારી તરીકે વિશ્વાસઘાત કર્યો હતો. ઘટના અંગે સાયબરક્રાઇમ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text