ચેતજો ! મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવાના નામે આવતા મેસેજ અંગે ચેતવણી

- text


અજાણ્યા નંબર ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવા કોઈ પણ ફાઇલ કે મેસેજ આવે તો આવા મેસેજ કે ફાઈલ ન ખોલવા મોરબી અપડેટનાં વાચકોને અનુરોધ

મોરબી : મોરબીમાં સક્રિય બનેલા સાયબર ગઠિયાઓ લોકોને નુકશાન પહોંચાડવા અવનવા પેતરા રચી રહ્યા છે ત્યારે છેલ્લા બે દિવસથી મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવાના મેસેજ કરી સાયબર ફ્રોડ નાગરિકો હેરાન થાય તે રીતે મોબાઈલ હેંગ કરી નાખતા હોવાનું સામે આવ્યું છે. જેથી મોરબી અપડેટ દ્વારા લોકોને જાગૃત રહેવા અને આવી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવા મેસેજ આવે તો ગઠિયાઓના જાસામા ન આવવા સતર્ક રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

મોરબી જિલ્લાના સૌથી વધુ વાચકો ધરાવતા મોરબી અપડેટ ન્યુઝની એપ્લિકેશન ડાઉનલોડ કરવાને નામે અજાણ્યા શખ્સો દ્વારા એક એપ્લિકેશન મોબાઈલમાં વોટસઅપ પર મોકલવામાં આવી રહી છે, આ એપ્લિકેશન ખોલતાની સાથે જ મોબાઈલ હેંગ થઈ જતો હોવાની ફરિયાદો મળી રહી છે. જેથી મોરબી અપડેટ દ્વારા તમામ વાચકોને અપીલ કરવામાં આવે છે કે મોરબી અપડેટ આવી કોઈ લિંક કે એપ્લિકેશનની ફાઈલ મોકલતું નથી. મોરબી અપડેટની એપ્લિકેશન માત્ર ગૂગલ પ્લે સ્ટોર અને આઈઓએસ ઉપરથી જ ડાઉનલોડ કરવી અન્ય કોઈ માધ્યમથી એપ્લિકેશન ડાઉન લોડ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

તેમજ મોરબી અપડેટના વાંચકોને આવા મેસેજથી સતર્ક રહેવા અનુરોધ કરવામાં આવે છે.

- text