રાહત ! મચ્છુ- 2 ડેમનું મોટાભાગનું રીપેરીંગ કામ પૂર્ણ 

- text


એકાદ અઠવાડિયામાં પરચુરણ કામ પણ પૂર્ણ થઇ જશે 

મોરબી : મોરબી મચ્છુ 2 ડેમના 5 દરવાજા ખરાબ થઇ જતા ગયા વર્ષે જ તેને રીપેરીંગ કરવાનું નક્કી કરાયું હતું પરંતુ કોઈ કારણોસર રીપેરીંગ ન થઇ શકતા આ વર્ષે રીપેરીંગ કરવા માટે ડેમમાંથી પાણી છોડીને ખાલી કરવામાં આવ્યો હતો. ડેમના 5 જેટલા ગેટ રીપેરીંગ માટે છેલ્લા એક માસથી કામગીરી ચાલુ છે. તેમાંથી ગેટ અને ગેટની ફ્રેમ બદલાઈ ગઈ છે અને હાલ પરચુરણ કામગીરી કરવામાં આવી રહી છે.

મચ્છુ -2 ડેમના રિપેરીંગ કામ અંગે ડેમના અધિકારી વિશાલ પટેલે જણાવ્યું હતું કે ડેમના ગેટની ફ્રેમ અને ગેટ ગયા વર્ષે જ બની ગઈ હતા તેને ફીટ કરવા માટે એક મહિનાથી કામગીરી છેલ્લું છે. હાલ મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. હાલમાં રબર સીલ સહિતના પરચુરણ કામ બાકી છે જે એક સપ્તાહમાં પૂર્ણ થઇ જશે. આ ઉપરાંત કેનાલનો સર્વિસ ગેટ પણ બદલાવવાનો હતો તે પણ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

- text

- text