11 જૂનનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે..

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 11 જૂન, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ જેઠ, પક્ષ સુદ, તિથિ પાંચમ, વાર મંગળ છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ.

મહત્વપૂર્ણ ઘટનાઓ

1866 – અલ્હાબાદ હાઈકોર્ટની સ્થાપના થઈ. તે પહેલા આગ્રા હાઈકોર્ટના નામે ઓળખાતી હતી. ભારતમાં અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલય (જે પછીથી આગ્રા ઉચ્ચ ન્યાયાલય બન્યું) ની રચના કરાઇ.

1901 – ન્યુઝિલેન્ડે કુક દ્વીપ પર કબજો કર્યો.

1940 – ઇટલીના જીનેવા તોરન પર બ્રિટને બોંબમારો કર્યો.

1956 – શ્રીલંકાના પૂર્વીય પ્રાંતમાં,લધુમતી શ્રીલંકન તમિલોને લક્ષ્યાંક બનાવીને, ‘ગાલ ઓયા બળવો’ (Gal Oya riots) શરૂ થયો, જેમાં અંદાજે ૧૫૦ લોકોનાં મૃત્યુ થયા.

1964 – ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની ઈચ્છા અનુસાર તેમની અસ્થિરનું સમગ્ર દેશભરમાં વિસર્જન કરાયું.

2003 – કુર્નિકોવાને મહિલા ટેનિસની સૌથી સુંદર ખેલાડી જાહેર કરવામાં આવી.

2006 – નેપાળની સંસદે સામાન્ય અભિપ્રાય દ્વારા રાજાના વીટો અધિકારને નાબૂદ કર્યો.

2007 – ફિજીના હાંકી કાઢવામાં આવેલા વડાપ્રધાન લાડસેનિયા કારસેને રાજધાની સુવામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી.

2008 – બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતીએ જમુના નિષાદની જગ્યાએ ધર્મરાજ નિષાદને મંત્રીમંડળમાં સામેલ કર્યા. ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં બંધ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વાઝેદને મુક્ત કરવામાં આવ્યા હતા.

2010 – દક્ષિણ આફ્રિકામાં પ્રથમ આફ્રિકન ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ થયો.

2017 – ફ્રેન્ચ ઓપન મેન્સ ટેનિસ: સ્પેનિશ ખેલાડી રાફેલ નડાલે સ્ટેન વાવરિન્કાને હરાવ્યો. ૧૦ વખત આ ટાઈટલ જીતનારો પ્રથમ ખેલાડી બન્યો.

પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1897 – રામ પ્રસાદ બિસ્મિલ – ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની. ક્રાંતિકારી અને હિંદુસ્તાન રિપબ્લીક એસોસિયેશનના સંસ્થાપક. (અ. ૧૯૨૭)

- text

1909 – કે.એસ. હેગડે – ભારતીય ન્યાયશાસ્ત્રી, રાજકારણી અને લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર

1927 – લાલડેંગા – મિઝો રાષ્ટ્રવાદી હતા, જે મિઝોરમના મુખ્યમંત્રી હતા.

1942 – પોલ રત્નાસ્વામી – એક ભારતીય ઉત્પ્રેરક વૈજ્ઞાનિક હતા.

1947 – શાહબુદ્દીન યાકુબ કુરેશી – ભારતના ભૂતપૂર્વ 17મા મુખ્ય ચૂંટણી કમિશનર હતા.

1947 – લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav), ભારતીય રાજકારણી અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી.

1948 – લાલુ પ્રસાદ યાદવ – ભારતીય રાજકારણી અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી

1989 – માનસી જોશી – ભારતીય પેરા-બેડમિન્ટન ખેલાડી.

1997 – મિહિર સેન, લાંબા અંતરના પ્રખ્યાત ભારતીય તરવૈયા અને ઉદ્યોગપતિ. ઇંગ્લિશ ચેનલ પાર કરનારા પ્રથમ ભારતીય. (જ. ૧૯૩૦)

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1924 – વાસુદેવ વામન શાસ્ત્રી ખરે – જાણીતા ઈતિહાસકાર કવિ, નાટ્યકાર અને મરાઠી ભાષાના જીવનચરિત્રકાર

1962 – છબી વિશ્વાસ, ભારતીય ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક (જ. ૧૯૦૦)

1970 – લીલા રોય – એક પ્રખ્યાત બંગાળી પત્રકાર અને મહિલા ક્રાંતિકારી હતી. કટ્ટરવાદી ડાબેરી ભારતીય રાજકારણી, સુધારક અને નેતાજી સુભાષચંદ્ર બોઝના નિકટના સાથી (જ. ૧૯૦૦)

1983 – ઘનશ્યામદાસ બિરલા – ભારતના ઉદ્યોગપતિ, સ્વાતંત્ર્ય સેનાની અને બિરલા પરિવારના પ્રભાવશાળી સભ્ય અને રાજકારણી (જ. ૧૮૯૪)

2021 – સિદ્ધલિંગૈયા – એક ભારતીય કવિ, નાટ્યકાર અને દલિત કાર્યકર હતા જેમણે કન્નડ ભાષામાં લખ્યું હતું.

2021 – મિહિર સેન – ભારતના પ્રખ્યાત લાંબા અંતરના તરવૈયા હતા.

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text