હળવદની સ્કૂલમાં ટેલેન્ટપુલ યોજના રીન્યુ ન થતાં 180 વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં

- text


ધારાસભ્ય વરમોરા અને કારોબારી ચેરમેન કોપેણીયાએ બાળ વિકાસ મંત્રીને રજૂઆત કરી 

હળવદ : હળવદમાં આવેલ તક્ષશિલા વિદ્યાલયમાં રાજ્ય સરકારે ટેલેન્ટ પુલ યોજના રીન્યુ ન કરતા આ વિદ્યાલયમાં અભ્યાસ કરતા 180 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.બીજી તરફ આ યોજના ચાલુ રાખવા માટે ધારાસભ્ય તેમજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેને ગાંધીનગર ખાતે બાળ વિકાસ મંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરી છે.

એનટીડીએનટી સર્ટી ધરાવતા ચુવાળિયા કોળી,વણઝારા જેવી વિવિધ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સરકારની ટેલેન્ટ પુલ યોજના હેઠળ ધોરણ-૬ થી ધોરણ ૧૦ અને ત્યારબાદ ધોરણ-૧૧ થી ૧૨માં મેરીટ આધારિત અભ્યાસની સાથે હોસ્ટેલમાં નિશુલ્ક પ્રવેશ મળે છે. બીજી તરફ હળવદમાં આવેલ તક્ષશિલા વિદ્યાલયમાં પણ છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી હતી પરંતુ આ વર્ષે સરકારે યોજનાને રીન્યુ ન કરતા. આ યોજના હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને શાળાએ મસ મોટી ફી નું ફરફરિયું ફટકારતાં વાલીઓ પણ ચોકી ઉઠ્યા હતા અને શાળા ખુલવાનો સમય નજીક છે ત્યારે આટલી બધી ફી ક્યાંથી ભરશું તેવી મૂંઝવણમાં પણ મુકાઈ ગયા હતા.

- text

વધુમાં આ મામલે હળવદ-ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મહેશભાઈ કોપેણીયા,ખરીદ વેચાણ સંઘના વાઇસ ચેરમેન સોમાભાઈ ઠાકોર ગાંધીનગર ખાતે બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાને રૂબરૂ મળી આ યોજના તાત્કાલિક અસરથી રિન્યુ કરવામાં આવે અને એનટીડીએનટી સર્ટી ધરાવતા વિદ્યાર્થીઓના હિતમાં ચાલુ રાખવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી.

- text