12 જૂનથી કોમર્શિયલ-ટ્રાન્સપોર્ટ વાહનોના ફિટનેસ રિન્યુઅલ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશને જ થશે

- text


મોરબી : આવતીકાલ તારીખ 12 જૂનથી કોમર્શિયલ/ટ્રાન્સપોર્ટ વાહનોના ફિટનેસ રિન્યુઅલની અરજી ફરજિયાતપણે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ખાતે જ કરાવવાની રહેશે તેવું મોરબી એઆરટીઓની યાદીમાં જણાવાયું છે.

12 સપ્ટેમ્બર, 2023ના રોજ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ આરટીઓ/એઆરટીઓના કાર્યક્ષેત્રમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન કાર્યરત હોય તે આરટીઓ/એઆરટીઓના કાર્યક્ષેત્રમાં તમામ પ્રકારના કોમર્શિયલ/ટ્રાન્સપોર્ટ વાહનો (M, N, T કેટેગરી અને કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ)ના ફિટનેસ રિન્યુઅલની અરજી ફરજિયાતપણે 12 જૂન, 2024 થી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ખાતે જ કરાવવી પડશે. હાલમાં કાર્યરત ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનની માહિતી NICના AFMS પોર્ટલ પર ઉપલબ્ધ છે. જે https://vahan.parivahan.gov.in/AFMS/#/ પરથી મેળવી શકાય છે જેની તમામ વાહન માલિકોને નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.

- text

- text