મોરબીમાં ભાણેજને ભગાડી જવા મામલે બઘડાટી

- text


શોભેશ્વર રોડ ઉપર બનેલી ઘટનામાં યુવતીના મામા વિરુદ્ધ ફરિયાદ : મામાનું માથું ફોડી નાખવામાં આવતા વળતી ફરિયાદ

મોરબી : મોરબીમાં ભાણેજને ભગાડી જનાર ભરવાડ યુવાનના ઘરે સ્કોર્પિયો ગાડીમાં જઈ ભડાકે દેવાની ધમકી આપનાર મામાને યુવાનના પરિવારજનોએ માર માર્યા બાદ મામાપક્ષના લોકોએ પણ લાકડી, ધોકા, છરી વડે હુમલો કરતા બઘડાટી બોલતા બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આર્મ્સ એકટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

મોરબીમાં ચકચારી બનેલ આ ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શોભેશ્વર રોડ ઉપર લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ભાનુબેન સુરેશભાઈ સિંધવે આરોપી સિરાજભાઇ પોપટીયા સહિતના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના પુત્ર કુર્નેશે આરોપી સિરાજભાઇ પોપટીયાની ભાણેજ ડોલી સાથે ત્રણેક મહિનાથી મૈત્રીકરાર કરીને રહેતો હોય જે આરોપીને સારું નહિ લાગતા તા.10ના રોજ રાત્રીના આરોપી સિરાજભાઇ પોપટીયા, કલ્પેશ દિનેશભાઇ કોળી, દિલીપ કોળી, વિવેકભાઇ કિશોરભાઇ ધોળકીયા, રોહીત ઉર્ફે ટકો કુંભાર, સિરાજભાઇનો સાળો અનિસ તેમજ અજાણ્યા બે માણસો રહે. બધા મોરબીવાળાઓ ભાનુબેનના ઘેર મોડીરાત્રે આવ્યા હતા અને ભાણેજને પાછી મૂકી જાવ કહી બંદૂક બતાવી આજ તો તારા દીકરાને ભડાકે દેવો છે કહી ઝઘડો કરવાનું શરૂ કરી નેફામાંથી છરી કાઢી ભાનુબેનને છરી લાગી ગઈ હતી.બનાવ સમયે આરોપીઓએ ઝઘડો કરતા ભાનુબેને તેમના સગાને પણ બોલાવી લીધા હોય સામસામે બઘડાટી બોલી હતી.

- text

 

બીજી તરફ સમાપક્ષે સિરાજભાઇ ઉર્ફે દુખી અમીરઅલી પોપટીયા, રહે સો-ઓરડી, મોરબી વાળાએ આરોપી સુરેશભાઇ ભરવાડ, રાહુલ સુરેશભાઈ ભરવાડ, સમીર ભરવાડ, ભાનુબેન ભરવાડ, ગોપાલ ભરવાડ, હિતેશભાઇ ભરવાડ, ગોપાલ ભરવાડના બે ભાઇઓ તેમજ કુર્નેસ સુરેશભાઇ ભરવાડ અને મકબુલ પિંજારા રહે. તમામ મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમની ભાણેજ ડોલીબેનને કુર્નેસ ભરવાડ ભગાડીને લઇ ગયેલ હોય જેથી રાહુલ ભરવાડે સિરાજભાઇને ફોન કરી કહેલ કે તુ તૈયારીમા રહેજે તને મારી નાખવો છે જેથી સીરાજભાઈ ઘરમેળે સમજુતી કરવા મિત્રો સાથે આરોપીના ઘરે જતા આરોપીઓને સારૂ નહી લાગતા સમીર ભરવાડે ફોન કરી તેના સંબંધીઓને બોલાવી લઈ લાકડાના ધોકાવડે સિરાજભાઇને શરીરે મુંઢમાર મારી ડાબા પગમા ઢીંચણથી નિચેના ભાગે ફ્રેકચર કરી નાખી ભાનુબેને માથામા ધારીયુ મારી ઇજા કરવાની સાથે આરોપીઓએ સિરાજભાઇના ઘેર જઈ એકસેસમા તેમજ ઘરના દરવાજા ઉપર ધોકા મારી નુકશાન કરતા ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text