મોરબીના ટીંબડી પાટિયા નજીક બે નંબરી યુરિયા ખાતર સાથે આઇસર ટ્રક ઝડપાયો

- text


મોરબીમાં લેમીનેટસ કારખાનામાં થતો યુરિયાનો બેફામ ઉપયોગ : તપાસ થાય તો અનેકના રાજ ખુલે

મોરબી : મોરબી જિલ્લામા અનેક લેમીનેટસ કારખાના આવેલ હોવાથી રેઝીન બનાવવા માટે બેફામપણે ખેડૂતોના હિસ્સાના યુરિયા ખાતરનો ચોરી છુપીથી ઉપયોગ કરવામાં આવતો હોવાનું જગજાહેર છે ત્યારે મોરબી તાલુકા પોલીસે ટીંબડી પાટિયા નજીકથી આવા જ બે નંબરી યુરિયા ખાતરના વિશાળ જથ્થા સાથે એક આઇસર ચાલકને ઝડપી લેતા નવજુનીના સંકેત મળી રહ્યા છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે ટીંબડી પાટિયા નજીકથી બાતમીને આધારે શંકાસ્પદ યુરિયાના જથ્થા સાથે અમદાવાદ સાણંદના રહેવાસી પ્રવીણ રણજીતભાઈ ઠાકોરને રૂપિયા 97680ની કિંમતના 16280 કિલોગ્રામ યુરિયા ખાતર સાથે ઝડપી લઈ પૂછપરછ કરતા યુરિયા ખાતર ગાળા નજીકથી અન્ય આઇસરમાંથી ભર્યાનું કબુલ્યું હતું. વધુમાં હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બગડા તેમજ રાઇટર ફતેસિંહ રાજપૂત દ્વારા આઇસર ચાલક યુરિયા ખાતર ક્યાંથી લાવ્યો અને કોને પહોંચાડવાનું હતું તે સહિતની બાબતે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

- text