ગેમઝોન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ માટે હળવદમાં રક્તદાન કેમ્પ યોજાયો

- text


રક્તદાતાઓએ લોહી આપવા લાઈનો લગાવી : 210 બ્લડની બોટલ એકત્ર થઇ

હળવદ : રાજકોટની ગેમઝોન દુર્ઘટના બની હતી જેમાં મૃત્યુ પામેલ જીવાત્માઓના કલ્યાણ અર્થે હળવદમાં સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન લોહાણા મહાજન વાળી ખાતે આવેલ હોલમાં કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ રક્તદાન માટે લાઈનો લગાવતા 210 બોટલ રક્ત એકત્રિત થયું હતું.

હળવદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ,પાટિયા ગ્રુપ,છોટાકાશી હળવદ સેવા ગ્રુપ , ફ્રેન્ડસ્ યુવા ગ્રુપ,એચપીએલ ગ્રુપ,યુવા ભાજપ,દિલ સે ફાઉન્ડેશન અને આઇ શ્રી ખોડિયાર રામદેવ રામા મંડળના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ રૂપે રક્તદાન કેમ્પ યોજવામાં આવતા આ કેમ્પમાં 210 બોટલ રક્ત એકત્ર થયું હતું. આ રક્ત સિવિલ હોસ્પિટલ અમદાવાદ (અસારવા) ખાતે જરૂરતમંદ દર્દીઓના લાભાર્થે મોકલી આપવામાં આવ્યું હતું. કેમ્પના મુખ્ય દાતા તરીકે સ્વ. પુનરવસુભાઈ એચ રાવલની નવમી માસિક પુણ્ય તિથિ નિમિત્તે તેમના પુત્રો મનીષભાઈ રાવલ અને કેદારભાઈ રાવલ રહ્યા હતા.કેમ્પમાં રક્તદાન કરી રક્તદાતાઓએ ગેમઝોનમાં મૃત્યુ પામેલ જીવાત્માઓને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી‌.

- text

- text