મોરબીના સોખડા – નવાગામ વચ્ચે બેફામ રેતીચોરી : દોઢ કરોડના વાહનો જપ્ત

- text


ખાણ ખનીજ વિભાગે ખાનગી વાહનોમાં જઈ દરોડા પાડ્યા

મોરબી : મોરબીની મચ્છુ નદીમાં બેફામપણે રેતીની ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની બાતમીને આધારે મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમે સોખડા અને નવાગામ વચ્ચે દરોડો પાડી ત્રણ ડમ્પર અને એક હિટાચી સહિત દોઢેક કરોડનો મુદ્દામાલ કબ્જે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સોખડા અને નવાગામ વચ્ચે મચ્છુ નદીના પટ્ટમાં બેફામ રેતીચોરી થતી હોવાની બાતમીને આધારે મોરબી ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ.વાઢેરની સુચનાને પગલે રવિ કણસાગર, રાહુલ મહેશ્વરી, મિતેષ ગોજીયા સહિતની ટીમે દરોડો પાડતા રેતી ચોરી કરી રહેલા દોઢ કરોડથી વધુ કિંમતના અલગ અલગ ચાર વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા.

- text

વધુમાં નવાગામ અને સોખડા વચ્ચે મચ્છુ નદીના પટ્ટમાં રેતીચોરી સબબ ખાણ ખનીજ વિભાગની ટીમે એક એક્સેવેટર મશીન, ડમ્પર ટ્રક નંબર જીજે -03 – બીડબ્લ્યુ – 8591, જીજે -10 – ટીવાય – 1100 અને ટ્રક ડમ્પર નંબર જીજે -03 – બીવાય – 5015 સહિત દોઢ કરોડના વાહનો કબ્જે કરી પોલીસ મથકમાં જમા કરાવી દંડનીય કાર્યવાહી કરી રેતીની કેટલી ખનીજ ચોરી કરવામાં આવી છે તે અંગે તપાસ ચાલુ છે.

- text