મહાનગરપાલિકામાં ભળવા સામે ઘુંટુ ગ્રામજનોનો વિરોધ, કલેક્ટરને આવેદન અપાયું

- text


મોરબી : મોરબી મહાનગરપાલિકામાં ભળવા સામે ઘુંટુ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે અને આજ રોજ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને મહાનગરપાલિકામાંથી ઘુંટુ ગામને બાકાત રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆત કરવા આવેલા ઘુંટુ ગામના ગોરધનભાઈ કૈલાએ જણાવ્યું હતું કે, આજે સમસ્ત ઘુંટુ ગામ વતી અમે કલેક્ટરને આગ્રહ પૂર્વક વિનંતી કરવા આવ્યા છીએ કે અમારા ગામમાં તમામ પ્રકારની સુવિધાઓ હોય ઘુંટુ ગામને મહાનગરપાલિકામાં ભેળવવામાં ન આવે. અમારા ગામમાં પાણી અને રોડ-રસ્તા સહિતની તમામ સુવિધા છે તેથી ઘુંટુ ગામને મહાનગરપાલિકામાં ભેળવવામાંથી બાકાત રાખવામાં આવે. આસપાસના 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા એકપણ ગામને મહાનગરપાલિકામાં ભેળવવામાં આવ્યા નથી તો પછી ઘુંટુ ગામને જ કેમ ભેળવવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે ? તેથી આજે કલેક્ટર સમક્ષ સમસ્ત ગામ વતી રજૂઆત કરવામાં આવી છે કે, ઘુંટુ ગામને મહાનગરપાલિકામાં ભેળવવામાંથી બાકાત રાખવામાં આવે.

ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે કલેક્ટરને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો કલેક્ટરે જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા દરખાસ્ત આવી હોવાના આધારે ઘુંટુ ગામને મહાનગરપાલિકામાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ કલેક્ટરને આ જવાબથી અમે સંતુષ્ટ નથી.

- text

- text