બેદરકારી ! મોરબી પાલિકાના કચરાના ટ્રેક્ટરમાંથી માંસના લોચા રસ્તા પર પડ્યા

- text


મોરબી : મોરબી નગરપાલિકાના કચરાના ટ્રેક્ટરમાંથી માંસના લોચા સામાકાંઠે જાહેર રસ્તા પર પડતાં રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

મોરબી શહેરમાંથી એકઠો થતો કચરો પાલિકા દ્વારા ટ્રેક્ટરમાં ભરીને અન્ય જગ્યાએ ઠાલવવામાં આવતો હોય છે ત્યારે આજે પાલિકાના કચરાના ટ્રેક્ટરમાંથી માંસના લોચા સામાકાંઠે પરશુરામ અને નજરબાગ રોડ પર જાહેરમાં પડ્યા હતા. જેના કારણે રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારીઓ અને વાહનચાલકોમાં રોષ જોવા મળ્યું હતું અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ આ માંસના લોચા ક્યાંથી આવ્યા તેવો પ્રશ્ન પણ લોકોમાં ઉભો થયો હતો.

- text

- text