મોરબીમાં નવા બનતા પંચાસર રોડ અને રવાપર ઉપર ટેન્ડરની વિગતો દર્શવાતા બોર્ડ મુકવા કોંગ્રેસની માંગ

- text


સરકારની જોગવાઈ મુજબ એક કરોડથી વધુના કામોની જાણકારી આપવી ફરજિયાત

મોરબી : મોરબીમાં નવા બની રહેલા પંચાસર રોડ, રવાપર રોડ ઉપર કોન્ટ્રાકટર અને રોડની કિંમત સહિતની વિગત દર્શાવતા બોર્ડ ન મુકાયા હોય આવા બોર્ડ મુકવા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરાઈ ચિખલીયા દ્વારા મોરબી નગર પાલીકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ મોરબી નગર પાલિકા હેઠળ હાલમાં પંચાસર રોડ તથા રવાપર રોડનું કામ ચાલી રહ્યું છે. બંને રોડની અંદાજીત કિંમત 1 કરોડથી વધારે છે. જેમાં માર્ગ મકાન વિભાગના પરિપત્ર મુજબ 1 કરોડથી વધુ રકમના કામમાં રોડ રસ્તા કે વિકાસના કામની વિગત દર્શાવતું બોર્ડ દેખાતા નથી એટલે કે બોર્ડ મુકવામાં આવેલ નથી જેથી તાત્કાલિક ધોરણે જાહેર જનતા વાંચી શકે તે રીતે બંને સાઇડ ઉપર રોડની ટેન્ડર વિગત દર્શાવતા બોર્ડ મુકવા માંગ કરાઈ છે.

- text

સાથે જ બન્ને રોડના કામ કરતી એજન્સી દ્વારા સાઈટ ઉપર પોતાના ઈજનેર રાખેલા છે કે કેમ ? તેની તપાસ કરવામાં આવે અને જો ન રાખેલ હોય તો તાત્કાલિક કામ ચાલુ હોય ત્યાં ઈજનેર મુકવા એજન્સીને સૂચના આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરાઈ છે.

- text